તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર બાલાજીના મંદિરમાં ભોગ પ્રસાદના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના કથિત ઉપયોગ સાથે જોડાયેલા મામલાની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન કોર્ટે તપાસ માટે નવી એસઆઈટીની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારની એસઆઈટી તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. આ માટે નવી એસઆઈટીની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર સ્વામી બાલાજી મંદિરના લાડુ પ્રસાદ વિવાદની તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે અને સીબીઆઈ ડિરેક્ટરની દેખરેખ હેઠળ નવી વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.
કોર્ટે કહ્યું કે અમે કોર્ટને રાજકીય લડાઈના અખાડામાં ફેરવવા દેતા નથી. નવી એસઆઈટીમાં બે સીબીઆઈ અધિકારીઓ, આંધ્ર પ્રદેશ સરકારના બે પ્રતિનિધિ અને એફએસએસએઆઈના એક સભ્યનો સમાવેશ થાય છે. સીબીઆઈ ડાયરેક્ટર એસઆઈટીની તપાસ પર નજર રાખશે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, તિરુપતિ બાલાજીના પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ રાજ્ય સરકારની એસઆઈટી નહીં કરે.
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તેમને એસઆઈટીની ક્ષમતા પર કોઈ શંકા નથી. અમે ઇચ્છીએ છીએ કે તપાસની દેખરેખ કેન્દ્રીય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવે. મેં મુદ્દાની તપાસ કરી. આમાં એક વાત સ્પષ્ટ છે કે જો આ આરોપમાં સત્યતાનું કોઈ તત્વ હોય તો તે અસ્વીકાર્ય છે. દેશભરમાં ભક્તો છે. ખાદ્ય સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. એસઆઈટી સભ્યો દ્વારા કરવામાં આવી રહેલી તપાસ સામે મને કોઈ વાંધો નથી.
ત્યાં જ આ પહેલા આંધ્ર પ્રદેશ સરકારના વકીલે કહ્યું કે, જો કોર્ટ કોઈ અધિકારીને એસઆઈટીમાં ઉમેરવા માંગે છે, તો અમને કોઈ સમસ્યા નથી. અરજદાર વતી કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે ગઈ કાલે આ સંબંધમાં ફરી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. સિબ્બલે માંગ કરી હતી કે કોર્ટે આ કેસની તપાસની જવાબદારી SITને બદલે સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવી જોઈએ.
તેના પર કોર્ટે કહ્યું કે, આ કરોડો લોકોની આસ્થાનો મામલો છે. અમે નથી ઈચ્છતા કે આ રાજકીય નાટક બને. કોર્ટે સૂચવ્યું કે પાંચ લોકોની SITની રચના કરવામાં આવી શકે છે, જેમાં બે સીબીઆઈ અધિકારીઓ અને એફએસએસએઆઈના એક સભ્યનો સમાવેશ થાય છે. એટલે કે, આ કેસની તપાસ કરવા માટે એક સ્વતંત્ર તપાસ એજન્સી હોવી જોઈએ, જેમાં સીબીઆઈના બે અધિકારીઓ, રાજ્ય સરકારના બે અધિકારીઓ અને એફએસએસએઆઈના એક અધિકારીનો સમાવેશ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech