રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના બેડી સંકુલ ખાતે આજે વહેલી સવારે થયેલી હરરાજીમાં સોયાબિનની રેકોર્ડ બ્રેક 20 લાખ કિલોની આવક નોંધાઇ હતી. મગફળી અને કપાસની લગોલગ સોયાબિનની આવક થવા પામી હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર દિલીપભાઇ પ્નારાએ જણાવ્યું હતું કે આજે સોયાબિનમાં 20 હજાર બોરીની આવક થઇ હતી અને દરેક બોરીમાં 100 કિલોની ભરતી હોય છે તે ગણતરી અનુસાર આજે 20 લાખ કિલો સોયાબિનની આવક થઇ હતી. સોયાબિનની હરરાજીમાં પ્રતિ 20 કિલોના ગુણવત્તા અનુસાર રૂ.770થી 880ના ભાવે સોદા પડ્યા હતા. આગામી દિવસોમાં સોયાબિનની આવક હજુ વધશે તેવો નિર્દેશ તેમણે વ્યક્ત કર્યો હતો.
કપાસનું વાવેતર કરતા ખેડૂતો સોયાબિન તરફ કેમ વળ્યાં ?
રાજકોટ જિલ્લામાં હાલ સુધી કપાસનું વાવેતર કરતા ખેડૂતો હવે સોયાબિન તરફ વળ્યા છે. ગત વર્ષે સોયાબિનના સારા ભાવ ઉપજ્યા હોય ચાલુ વર્ષે તેનું વાવેતર વધ્યું હતું. ખાસ કરીને કપાસ આઠ મહિના સુધી રાખવો પડતો હોય કપાસનું વાવેતર કરનાર ખેડૂતો શિયાળુ પાક લઇ શકતા નથી પરંતુ જો સોયાબિનનું વાવેતર કરે તો ચોમાસાના ચાર મહિનામાં ઉત્પાદન આવી જાય અને શિયાળું પાકનું વાવેતર કરવાની પણ સાનુકુળ તક મળી રહે. તદઉપરાંત સોયાબિનના વાવેતરમાં ઓછો ખર્ચ થતો હોય પડતર કિંમત નીચી રહે છે અને બજાર કિંમત સારી ઉપજે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech