રાજકોટમાં સ્વામિનારાયણ ચોક પાસે રહેતો યુવાન પાંચ માસની દીકરીને મળવા માટે માધાપર ગામમાં રહેતા સાસરિયાના ઘરે ગયો હતો. ત્યારે સાસરીયાએ ઝઘડો કર્યેા હતો બાદમાં સસરાએ છરી, સાળાએ પાઇપ વડે તેમજ સાસુએ મસાલા ખાંડવાના દસ્તા વડે જમાઈને બેફામ માર માર્યેા હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ પાસે સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ–૪ માં રહેતા અભય રમેશભાઈ ત્રિવેદી(ઉ.વ ૩૦) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ગામમાં ઈશ્વરીયા મેઇન રોડ પર સિંધોઈનગરમાં રહેતા સસરા રાજેશ જોષી, સાળા શુભમ જોશી અને સાસુ હેતલબેનના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ માસ પૂર્વે તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે.પ્રસુતી માટે પત્ની માવતર ગયા બાદ પરત આવી ન હતી અને હાલ તે અહીં માવતર હોય તે પોતાની પાંચ માસની દીકરીને દર બુધવારે રાત્રિના રમાડવા માટે જવાનું નક્કી થયું હોય જેથી તે ગઈકાલે રાત્રે અહીં સાસરીયે દીકરીને રમાડવા માટે આવ્યો હતો.
સાસરીયાઓ ફોન ઉપાડતા ન હોય જેથી આ બાબતે યુવાને તેના સસરા રાજેશભાઈ જોશીને કહ્યું હતું કે, છેલ્લા પાંચ બુધવારથી કેમ ફોન ઉપાડતા નથી. આ સાંભળી સસરા રાજેશભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને એલફેલ બોલવા લાગ્યા હતા. દરમિયાન યુવાનનો સાળો શુભમ આવ્યો હતો અને તેણે યુવાનના હાથમાંથી દિકરી આંચકવાનો પ્રયાસ કર્યેા હતો બાદમાં સસરાએ જમાઈ પર છરી વડે હત્પમલો કરી દીધો હતો અને સાળા શુભમે યુવાનને પાઇપના ઘા ફટકાર્યા હતા તેમજ સાસુ હેતલબેને પણ મસાલા ખાંડવાના દસ્તા વડે યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હત્પમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ મામલે સાસુ–સસરા અને સાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.એસ.મકરાણી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech