જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા થઈ હતી જેમાં પ્રથમ એવી હકીકત સામે આવી હતી કે, જમીન બાબતેની માથાકૂટમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. પરંતુ મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. 80 વર્ષના વૃદ્ધ પિતા પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઈચ્છતા હોય પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતા હતો. દરમિયાન આ બાબતે ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થતાં વૃદ્ધ પિતાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાખી હતી. જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં શક્તિમોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવિ કાઠી ક્ષત્રિય આગેવાન પ્રભાતભાઈ રામકુભાઇ બોરીચા (ઉ.વ 52) ની ગઈકાલે તેના પિતાએ જ ઝઘડો થયા બાદ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર વચ્ચે જમીન વાવવાને લઈ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ મામલે મૃતકના પત્ની દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં હત્યા પાછળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે.
મૃતકના પત્ની જયાબેન પ્રભાતભાઈ બોરીચા (ઉ.વ 50) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સસરા રામભાઈ ઉર્ફે રામકુ આલેકભાઈ બોરીચા(ઉ.વ ૮૦) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારના દસેક વાગ્યે હું તથા મારા પતિ પ્રતાપભાઈ ઘરે હતા ત્યારે મારો પુત્ર જયદીપ બહાર દુકાને દૂધ લેવા માટે બુલેટ લઈને ગયો હતો સસરા રામભાઈ ઘરની બાજુમાં બીજું ઘર છે ત્યાં હતા હું તથા મારા પતિ બંને સસરાને ચા આપવા માટે ગયા હતા ત્યારે તેમના મકાનમાં ફળિયામાં લાદી નાખવાનું ફળિયા કામ કરતા ગોવર્ધનભાઈ (રહે જસદણ) વાળા હાજર હોય જેથી હું ચા આપી ઘરે ઘરે જવા સસરાના હોલ પાસે પહોંચતા બંદૂકના ફાયરિંગનો અવાજ આવ્યો હતો જેથી જોતાં મારા પતિ પ્રતાપભાઈ કણસતા હોય જેથી તુરંત દોડીને સસરાના ઘરમાં જતા દરવાજો બંધ હતો દરમિયાન બીજો ફાયરિંગનો અવાજ આવતા દરવાજો ખખડાવતા સસરાએ દરવાજો ખોલ્યો હતો અને હાથમાં કોઈ પીસ્તોલ જેવું હથિયાર હોય તે લઈ મારી પાછળ દોડતા હું ત્યાંથી અમારા મકાનમાં જઈ બંને દરવાજો બંધ કરી દીધો હતો. દરમિયાન મારો પુત્ર જયદીપ બુલેટ લઇ પરત આવતા આ વાત દીકરાને કરી હતી કે તારા પપ્પા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે અને સીડીએથી જોતા મારા પતિ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને સસરા બાજુમાં ટેબલ નાખી બેઠા હતા જેથી મારો પુત્ર જય દિવાલ ઢેકી સસરાના ફળિયામાં ગયો હતો અને ઘરનો બહારનો શેરીનો દરવાજો ખોલતા અહીં કાકાજી સસરા રણજીતભાઈ બેઠા હોય તેને જાણ કર્યા બાદ પતિને પ્રથમ જસદણ બાદમાં રાજકોટ હોસ્પિટલ લઈ જતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હત્યાના આ બનાવવાના કારણ અંગે જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલા તેમના સાસુ ગુજરી ગયા હોય અને સસરાને બીજા લગ્ન કરવા હોય જે બાબતે તે ઘરના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતા હતા અને ફરિયાદીના પતિ એટલે કે તેમના પુત્રને કહેતા હતા કે, હું તને તથા તારા ઘરના બધા સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપતા હતા તેમ જ અવારનવાર હથિયાર બતાવી ફાયરિંગ કરતા આટલી વાર લાગે તેમ કહી તેની સામે હથિયારતા તાકતા હતા. સસરાની ઉંમર 80 વર્ષ જેટલી હોય જેથી બીજા લગ્ન કરે તો ઘરની આબરૂ જાય જેથી પરિવારના બધા સભ્યો તેને બીજા લગ્ન કરવાની ના કહેતા હતા જેનો ખાર રાખી સસરા રામભાઈ ઉર્ફે રામકુભાઇએ સગા પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી. બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઇ ટી.બી.જાનીની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.ડી. વાઘેલા તથા ટીમે તપાસ હાથ ધરી હત્યારા પિતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પુત્ર કણસતો હતો અને પિતા ટેબલ નાખી બાજુમા બેઠા’તા
ફાયરિંગની આ ઘટના બાદ જયારે મહિલાનો પુત્ર ઘરે આવ્યો ત્યારે તેણે પુત્રને તારા પિતા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે તેમ કહેતા તેમણે સીડીએથી જોતા પતિ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને સસરા બાજુમાં ટેબલ નાખી બેઠા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech