જોડિયાના પીઠડમાં જમાઈનો હંગામો: સસરાના દરવાજામાં ગાડી અથડાવી

  • June 04, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુત્રને તેડવા આવ્યા બાદ છરી બતાવી ધમકી દીધી

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં ટંકારાથી આવેલા એક જમાઈએ હંગામો મચાવ્યો હતો, અને બોલેરો જીપ વડે મકાનના દરવાજાને નુકસાની પહોંચાડી હતી, તેમજ છરી બતાવી ધાક ધમકી આપી હોવાથી મામલો જોડિયા પોલીસ મથકમાં લઈ જવાયો છે.

જોડિયા તાલુકાના પિઠડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં આયદાનભાઈ જીવાભાઈ ગોગરા નામના ૬૦ વર્ષના ખેડૂત વૃઘ્ધે પોતાના મકાનમાં બોલેરો જીપ ભટકાડી તોડફોડ કરવા અંગે અને છરી વડે પોતાને ધાક ધમકી આપવા અંગે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામના વતની જમાઈ નાગજીભાઈ માણંદભાઈ જારીયા સામે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી આયદાનભાઈની પુત્રી મિતલબેન કે જે છેલ્લા એકાદ મહિનાથી રીસામણે બેઠી હતી, અને પોતાના સાત વર્ષના પુત્ર દેવને લઈને માવતરે આવી ગઈ હતી. જેને પરત તેડી જવા માટે આવેલા જમાઈ નાગજીભાઈ જારીયાએ હંગામો મચાવ્યો હતો, અને છરી વડે ધાક ધમકી આપી બળજબરીથી પુત્રને પરત લઈ જવા માટેનો પ્રયાસ કર્યો હતો, પોતાની બોલેરો પીકઅપ નં. જીજે૩બીવાય-૭૩૮૪ જેને સસરાના મકાનના દરવાજામાં અથડાવીને નુકસાની પહોંચાડી હતી. જોડીયા પોલીસે ફરીયાદના આધારે આરોપીની શોધખોળ આદરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application