શહેરની ભાગોળે વાવડીમાં રહેતા પરિવારના ધો.12માં અભ્યાસ કરતા સગીર પુત્રએ ઝેરી પાવડર પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પુત્ર ઘરે જીદ કરતો હોવાથી પિતાએ ફોનમાં ઠપકો આપતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના 80 ફૂટ રોડ પર વાવડીમાં રંગ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશભાઈ કયાડાના 17 વર્ષીય પુત્રએ રાત્રીના સાડા નવેક વાગ્યે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મંથન ત્રંબામાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.12માં અભ્યાસ કરતો હતો. વેકેશન હોવાથી ઘરે હતો અને કોઈ બાબતે માતા સાથે જીદ કરતા માતાએ નવસારી હદ્યરોગની સારવાર માટે ગયેલા પતિને ફોન કરી ખીજાવાનું કહેતા પુત્રને ફોનમાં પિતાએ ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા પગલું ભરી લીધાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application138 વર્ષ જૂની ગૌશાળાનું 2 કરોડના ખર્ચે રિનોવેશન, દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન
May 17, 2025 12:27 PMયે બાત કુછ હજમ નહી હુઈ.. ટ્રમ્પે તેલનું ટીપું આપવા બદલ UAEની મજાક ઉડાવી
May 17, 2025 12:14 PMસિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...
May 17, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech