સોમનાથ ચૈત્રી નવવર્ષને વધાવવા માટે છેલ્લ ાં ૧૭ વર્ષથી સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમમાં પ્રભાસોત્સવ–૨૫નો કાર્યક્રમ યોજાય છે. જે આ વર્ષે તારીખ ૨૯મી માર્ચ ૨૦૨૫ના રાત્રે જાગરણ સ્વપે યોજાયો હતો. જેમાં ગુજરાતની ૨૯ જીલ્લ ા સમિતિના કુલ ૪૦૦ જેટલા કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ વખતે પંચશીલ અભિયાન અંતર્ગત પર્યાવરણ થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઇ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અખિલ ભારતીય અધ્યક્ષ ડો. મૈસુર મંજુનાથે ગુજરાત સંસ્કારભારતી દ્રારા ચાલતા આ વિશિષ્ટ્ર સાંસ્કૃતિક યાત્રાની પ્રશંસા કરી હતી અને આ પ્રસંગે આનદં વ્યકત કરી પ્રાંતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ ભગવાનના સાનિધ્યમાં આવવું અને કલા પ્રદર્શિત કરવી તે ગૌરવવંતી ક્ષણ કહેવાય. તેમણે સંસ્કારભારતીના નેજા હેઠળ પ્રથમ વખત પોતાની ભારતીય વાયોલિન વાદનની કલાની પ્રસ્તુતિને જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી. આ પ્રસંગે દિપ પ્રાગટય વિધી કરતાં ગીર સોમનાથના કલેકટર ડી.ડી. જાડેજાએ પોતાની ફરજ ઉપરાંત આવા સારા કાર્ય થાય છે અને તેમાં તેમની ઉપસ્થિતી માટે અને એક વિશિષ્ટ્ર કલા પ્રસ્તુતિ માટે આનદં વ્યકત કર્યેા હતો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વિશેષ ઉપસ્થિત જે.ડી.પરમારે પ્રભાસ અને પ્રથમ યોર્તિલીંગનું મહત્વ સમજાવી આ ક્ષેત્રમાં દુર દુરથી આવનારા કલાકારોને આવકાર્યા હતા. વેરાવળ પાટણના નગર સેવાસદનના પ્રમુખ પલ્લ બેન જાની, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું સ્વાગત, સન્માન સંસ્કારભારતી ગુજરાત પ્રાંતે કર્યુ હતું, અ.ભા. અધ્યક્ષ ડો. મંજુનાથજીનુ વિશિષ્ટ્ર સન્માન તેમના પેન્સિલ સ્કેચમાં તૈયાર કરાયેલા ચિત્ર દ્રારા ઉપાધ્યક્ષ રમણીકભાઇ ઝાપડિયા અને જીતેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જાણીતા લોકગાયક અભેસિંહજી રાઠોડે સ્વાગત આવકાર પોતાની વિશિષ્ટ્ર ગાયકી દ્રારા મહેમાનોને આવકાર્યા હતા. સૂર્યાસ્તથી સુર્યેાદય સુધી સમગ્ર રાત્રી દરમ્યાન ચાલેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ ૪૫ જેટલી કૃતિ પ્રસ્તુત થઇ હતી. જેમાં કથ્થક, ભરતનાટમ, કુચીપુડી,ઓડીસી, ભવાઇ, સુગમ સંગીત, નૃત્ય નાટિકા અને લોકનૃત્યો જેવી કૃતિઓનો સમાવેશ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech