છત્તીસગઢના નકસલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં ડિસ્ટિ્રકટ રિઝર્વ ગાર્ડ નારાયણપુરના હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્ર કુમાર સોરી (૩૬) શહીદ થયા હતા.
તેમણે કહ્યું કે નારાયણપુર જિલ્લામાંથી ડિસ્ટિ્રકટ રિઝર્વ ગાર્ડ અને બોર્ડર સિકયુરિટી ફોર્સની એક સંયુકત ટીમને અબુઝહમદ વિસ્તારના સોનપુર અને કોહકામેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે ૧ વાગે યારે સુરક્ષા ટીમ આ વિસ્તારમાં હતી ત્યારે માઓવાદીઓએ ગોળીબાર શ કરી દીધો હતો. માઓવાદીઓના ગોળીબાર બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ઘણી અથડામણો થઈ. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ડીઆરજી નારાયણપુરના હેડ કોન્સ્ટેબલ બિરેન્દ્ર કુમાર સોરી નકસલવાદીઓ સાથે લડતા સમયે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓ સ્થળ પર જ શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહીદ સૈનિક સોરીને ૨૦૧૦માં નારાયણપુર જિલ્લા દળમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી કરવામાં આવી હતી અને નકસલ અભિયાનમાં તેમના પરાક્રમી કાર્ય માટે ૨૦૧૮માં તેમને પ્રથમ હેડ કોન્સ્ટેબલના રેન્ક પર બઢતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે શહીદ સૈનિકના મૃતદેહને એન્કાઉન્ટર સ્થળથી લાવવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં નકસલ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech