લઘુતમ તાપમાનના પ્રમાણમાં આજે રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વધારો થયો છે. પરંતુ આમ છતાં ઠંડીની તીવ્રતા વધુ હોય તેવી અનુભૂતિ બરફીલા પવનના કારણે લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે સૌથી નીચું તાપમાન ગીરનાર પર્વત ઉપર 6.4 ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વત સહિત સમગ્ર જૂનાગઢમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા જેટલું રહ્યું છે અને તેના કારણે બરફીલો પવન વધુ તીવ્ર બન્યો હતો. જૂનાગઢમાં પ્રવાસીઓ ધ્રુજી ઉઠ્યા હતા. ભવનાથ તળેટીમાં 9.4 અને જૂનાગઢ શહેરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 12 ડિગ્રી હતું તે આજે 12.8 ડિગ્રી થઈ ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 53 ટકા નોંધાયું છે. નલિયામાં ગઈકાલે 10.4 અને આજે 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરામાં પણ એક ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો આજે ભુજ ભાવનગર પોરબંદર રાજકોટ વેરાવળ સુરેન્દ્રનગર અમદાવાદ ડીસા વડોદરા, સહિત રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાન ઊંચકાયું છે રાજકોટમાં આજે 12.8 ભુજમાં 12.9 ભાવનગરમાં 15.2 દ્વારકામાં 16.2 ઓખામાં 18.8 પોરબંદરમાં 14.4 વેરાવળમાં 17.4 સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 14 ડીસામાં 12.8 વડોદરામાં 12.2 સુરતમાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી જેટલો ઉચકાશે. હિમાલયન રિજીયનમાં આજે રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેના કારણે પણ ઠંડા પવનો ફુકાવાનું પણ યથાવત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech