૧૮૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે ત્રણ શખ્સો પકડાયા: સપ્લાયરનું નામ ખુલ્યું
જામનગરના હાપા-લાલવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક રીક્ષામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ છે, અને ૧૮૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જયારે સપ્લાયર નું નામ ખુલ્યું છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે મોડી સાંજે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન જીજે ૧૦ ટી. ડબલ્યુ. ૯૯૬૧ નંબરની ઓટો રીક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન રિક્ષામાંથી ૧૮૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે રિક્ષા અને ઈંગ્લીશ દારુ સહિત કુલ રૂપિયા ૨,૪૦,૦૦૦ ની માલમતા કબજે કરી લીધી છે. જ્યારે તે રીક્ષા ની અંદર બેઠેલા શાહનવાજ દિલાવર ભાઈ દરજાદા, નજીમ દોસ્તમહમદ દરજાદા અને સાહિલ અલ્તાફભાઈ આરબની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
જે ત્રણેયને પૂછપરછ દરમિયાન દારૂના સપ્લાયર તરીકે વસીમ યુસુફ દરજાદા નું નામ ખુલ્યું હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech