શહેરની વિરભદ્ર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

  • May 24, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નિલમબાગ સર્કલ નજીક આવેલી સોસાયટીમાં રહેતો પરિવાર રહેણાકી મકાન બંધ કરી જામનગર ગયો હતો તે વેળાએ મોડી રાત્રીના અરસા દરમિયાન તસ્કરોએ ત્રાટકી કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં અને અન્ય સરસામાનની ચોરી કરી નાસી છુટયા હતા.
શહેરના નિલમબાગ સર્કલ નજીક આવેલી વિરભદ્ર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ જગતસિંહ જાડેજાએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૨-૦૫ના રોજ તેઓ તેના પરિવાર સાથે રહેણાકી મકાનને તાળા મારી જામનગર ગયા હતા તે વેળાએ ગત તા. ૧૫ની મોડી રાત્રીના ૧.૦૦થી ૩.૦૦ના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ ઘરમાં પ્રવેશ કરી મેઈન
ગેટના તાળા નકુચા તોડી ઘરમાં અલગ અલગ રૂમમાં રહેલા કબાટના તાળા તોડી તેમાં રાખેલા સોનાનો ચેઈન, સોનાનુ પેડલ, ચાંદીનો સિક્કો, ચાંદીનુ બીલી પત્ર, મિશ્રધાતુનો ગરબો, જર્મન ધાતુની વાટકી-ચમચી, ચશ્મા અને લેડીજ ઘડીયાળ મળી કુલ રૂા. ૭૧ હજારના સર સામાનની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવના પગલે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application