મુંજકા પાસે ટીટોડીયાના કવાર્ટર પાછળ આવેલા પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના બધં લેટને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રોકડ .૨૦,૦૦૦ અને ઘરેણા સહિત .૭૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા. યુવાનની પત્ની સર્ગભા હોય જેથી તે વતન છેલ્લા એકાદ માસથી રહે છે.દરિમયાન યુવાન અને તેનો ભાઈ પણ વતન ગયા હોય બાદમાં બધં લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂંજકા ગામ પાસે આવેલા ટીટોડીયા કવાર્ટરની પાછળ આવેલ સોમેશ્વર મંદિર પાછળ પ્રશાંત એપાર્ટમેન્ટ લેટ નં.૭૦૩ માં રહેતા અને મિક્રી કામ કરનાર ઘનશ્યામભાઈ અમૃતભાઈ સોનીગરા(ઉ.વ ૩૦) નામના યુવાને ચોરીની આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં તે તેમના પત્ની પુનમબેન નાનોભાઈ ગોપાલ અહીં રહે છે તેમના પત્ની હાલ સગર્ભા હોય જેથી છેલ્લા એકાદ માસથી અમરેલીના નવાવધાણીયા ગામે વતનમાં રહે છે. ગત તા. ૨૨૨૨૦૨૪ ના યુવાન પણ પોતાના વતને ગયો હતો અને તારીખ ૨૪ ૨ ના સાંજના સાતેક વાગ્યે ઘર બધં કરી તેનો નાનો ભાઈ ગોપાલ પણ અહીં વતન આવ્યો હતો.
તારીખ ૨૫-૨ ના સવારના ૯:૦૦ વાગ્યા આસપાસ ઘરની બાજુમાં રહેતા યુવાનના કૌટુંબીક કાકા રાકેશભાઈ સોનીગ્રાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, હું સવારના મારા ઘરની બહાર નીકળ્યો ત્યારે તારા ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્યાં જઈ જોતા મેઈન દરવાજાનો નકુચો તૂટેલો હોવાનું માલુમ પડું હતું. જેથી યુવાને તેના કાકાને કહ્યું હતું કે, ઘરમાં જઇ જુઓ તો કઈં નુકસાન થયું છે? જેથી રાકેશભાઈ અંદર જઈ જોતા ઘરમાં સામાન વેર વિખેર હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ રાત્રિના દસેક વાગ્યા આસપાસ યુવાને અહીં ઘરે આવી જોતા મેઇન દરવાજાનો નકુચો તૂટેલો હતો અને અંદર કબાટમાં વસ્તુઓ વેરવિખેર પડી હતી. તપાસ કરતા કબાટના ડોરની ચાવી જે ડોર ઉપર જ રાખી હતી તે ચાવી વડે કોઈએ ડોર ખોલી સોનાની ચેઇન કિં. ૫૦,૦૦૦ અને રોકડ . ૨૦,૦૦૦ મળી કુલ પિયા ૭૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયાનું માલુમ પડું હતું જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech