એકસાથે પાંચ ક્વાર્ટરના તાળા તૂટ્યા: તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ લઇ ફરાર થઇ ગયા
ખંભાળીયામાં જિલ્લા સેવા સદન સામે આવેલા સરકારી ક્વાટરમાં ગત શનિવારે મોટી ચોરીની ઘટના બનાવા પામી હતી, જેમાં તસ્કરોએ એકસાથે પાંચ જેટલાં ક્વાર્ટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને ચોરી આચરવામાં આવી હતી, આ બાબતની જાણ પોલીસમાં કરાતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂપિયા 35,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ સિક્કાની ચોરી થયાનું ખુલવા પામ્યું છે.
આ ઉપરાંત નજીક જ રહેતા દીપાબેન રામજીભાઈ જોટંગીયાના ઘરમાંથી રૂપિયા 2,500 તેમજ અન્ય એક આસામી મનિષાબેન દિનેશભાઈ નંદાણીયાના ઘરમાંથી રૂપિયા 5,000 નો મુદ્દામાલ પણ તસ્કરો ઉસેડી ગયા હતા. આ સાથે દિવ્યાબેન ગૌતમભાઈ ચૌહાણ અને જનકભાઈ પરસોતમભાઈ ચાવડાના ક્વાર્ટરમાં પણ તસ્કરોએ દરવાજાના નકુચા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, અને ઘરવખરી વેરવિખેર કરી નાખી હતી.
આમ, તસ્કરો જુદા જુદા પાંચ આસામીઓના ક્વાર્ટરમાંથી કુલ રૂપિયા 43 હજારની ચોરી કરીને લઈ ગયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે વિવેકકુમાર વ્યાસની ફરિયાદ પરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech