સૌથી વધુ જેતપુર, મહુવા, ભુજ પંથકમાં દોઢ ઇંચ સહિત 31 તાલુકામાં ઝાપટાથી અર્ધો ઈંચ વરસાદ
છેલ્લા પાંચ છ દિવસથી સૌરાષ્ટ્ર કચ્છમાં શરૂ થયેલા ચોમાસાના માહોલમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના 60 જેટલા તાલુકાઓમાં ઝાપટાથી માંડીને પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે, જેમાં ધોધમાર વરસાદની ગેરહાજરી જોવા મળી છે, 31 તાલુકામાં માત્ર ઝાપટા સ્વરૂપે એક થી છ મિલિમિટર વરસાદ નોંધાયો છે. ગઈકાલે ખાસ કરીને ભુજ નખત્રાણા માંડવીમાં સવા થી પોણા બે ઇંચ મહુવા વલભીપુર ઘોઘા બાઇક જેતપુર માણાવદરમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે સાવરકુંડલા તળાજા ગારીયાધાર ઘોઘા ચોટીલા પંથકમાં ૧ થી ૪ મિલી મીટર જેટલા વરસાદે હાજરી પુરાવી છે.
હાલ છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયેલું ચોમાસુ કચ્છ સુધી પહોંચી ગયું હોય તેમ ભુજ, નખત્રાણા, માંડવી પંથકમાં સવા થી પોણા બે ઇંચ અબડાસા, અંજાર, ભચાઉ, રાપર, ગાંધીધામ પંથકમાં ઝાપટામાંથી માંડીને અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે.ભાવનગરના મહુવા વલભીપુર ઘોઘા પંથકમાં એક થી દોઢ ઇંચ સિહોર, ઉમરાળા, પાલીતાણા, જેસર, તળાજા પંથકમાં અડધો થી પોણો અને ગારીયાધાર પંથકમાં ઝાપટા વરસ્યા છે.રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરે અડધોથી પોણા ઇંચ ઉપરાંત જેતપુરમાં દોઢ ઇંચ અને કોટડા સાંગાણી, લોધિકા, ધોરાજી, પડધરી, જસદણ પંથકમાં અડધો ઇંચ ઉપરાંત જામકંડોરણા ગોંડલ ઉપલેટા પંથકમાં જાગતા વર્ષ થયા હતા.
જુનાગઢ, ભેસાણ માળીયાહાટીના પંથકમાં હતા, જ્યારે માણાવદર મેંદરડા વિસાવદરમાં અડધો થી એક ઇંચ વરસાદ પડ્યો હતો.જામનગરના ધ્રોલ, જોડીયા પંથકમાં અડધોથી પોણા આવી અને કાલાવડ લાલપુર પંથકમાં ઝાપટા પડ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઝાપટા અને ખંભાળિયા કલ્યાણપુર પુસ્તકમાં અડધો થી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદમાં કોણ ઇંચ અને બરવાળા રાણપુરમાં ઝાપટા વરસ્યા હતા. અમરેલી જિલ્લામાં લાઠી બગસરા અડધો ઇંચ જાફરાબાદ રાજુલા બાબરા કુકાવા વડીયા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગીર સોમનાથ ના કોડીનાર માં અડધો ઇંચ જ્યારે સુત્રાપાડા ગીર ગઢડા તાલાલા ઉના પંથકમાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. પોરબંદર રાણાવાવ કુતિયાણા પંથકમાં ઝાપટા થી અડધો ઇંચ તેમજ સુરેન્દ્રનગરના ધાંગધ્રા, લખતર, દસાડા પંથકમાં પણ ઝાપટા વરસ્યા થયા હતા. એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના કુલ 90 તાલુકામાંથી 60 તાલુકામાં મેઘરાજાનું આગમન થયું હતું. જોકે તેમાં 31 તાલુકામાં અર્ધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech