કર્ણાટકના મંત્રી શિવરાજ તંગાડાગીએ રોજગારી મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી–મોદી'ના નારા લગાવનારા યુવાનો અને વિધાર્થીઓને થપ્પડ મારવી જોઈએ. તેમના આ નિવેદનનો ભાજપે વિરોધ કર્યેા છે અને મંત્રીનું રાજીનામું માગ્યું છે.
ભાજપના આઈટી સેલના અમિત માલવિયાએ તેમના પર પોસ્ટ કરીને કહ્યું હતું કે લોકોએ રાહુલ ગાંધીને વારંવાર નકારી કાઢા છે અને ઈચ્છે છે કે મોદી દેશનું નેતૃત્વ કરે, શું કોંગ્રેસ તેમના પર હત્પમલો કરશે? તે શર્મજનક છે. વિરોધાભાસ આનાથી વધુ સ્પષ્ટ્ર ન હોઈ શકે, વડાપ્રધાન મોદી યગં ઈન્ડિયામાં રોકાણ કરી રહ્યા છે અને રાહત્પલ ગાંધીની કોંગ્રેસ તેમને થપ્પડ મારવા માંગે છે. કોઈપણ રાજકીય પક્ષ કે જેણે યુવાનોને નિશાન બનાવ્યા છે તે કયારેય ટકી શકયા નથી. યુવાનો આપણી સામૂહિક આકાંક્ષાઓ ધરાવે છે અને તેમને આપણા રાષ્ટ્ર્રનું ભાગ્ય ઘડવાનું કામ સોંપવામાં આવે છે.
ભાજપે ચૂંટણી પંચને અરજી કરીને મંત્રી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેને આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ્ર ઉલ્લંઘન ગણાવતા ભાજપે કહ્યું કે તેમને ચૂંટણી પ્રક્રિયામાંથી અને કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરતા રોકવા જોઈએ.
મંત્રી પર કોંગ્રેસના કાર્યકરોને ભાજપના મતદારો અને યુવા મતદારો સામે ઉશ્કેરવાનો આરોપ લગાવતા, ભાજપએ કહ્યું કે આનાથી યુવા મતદારોમાં ભય પેદા થઈ શકે છે અને તેઓ મતદાનથી દૂર રહી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, કર્ણાટકના કન્નડ અને સંસ્કૃતિ મંત્રી શિવરાજ તંગાડાગીએ કહ્યું કે ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં વોટ માંગવામાં શરમ આવવી જોઈએ કારણ કે તે વિકાસના મોરચે પણ નિષ્ફળ ગઈ છે. તેમને શરમ આવવી જોઈએ, તેણે કહ્યું. તેઓ એક પણ વિકાસ કામ કરી શકયા નથી, તો પછી કયા મોઢેથી વોટ માંગે છે. તેમણે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. શું તેણે કોઈને નોકરી આપી હતી? યારે તમે નોકરી વિશે પૂછો ત્યારે તેઓ કહે છે – પકોડા વેચો. તેમના પર શરમ આવે છે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech