સિહોર, પાલીતાણા તેમજ મહુવા સહિત ભાવ. ડિવિઝનના ૬ સ્ટેશન બન્યા "અમૃત સ્ટેશન

  • May 19, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકારના રેલવે મંત્રાલયની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભાવનગર રેલવે ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનનુ નવીનીકરણ કરવામા આવ્યુ છે.અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અન્વયે તૈયાર કરવામા આવેલા ૬ રેલવે સ્ટેશનનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તા.૨૨ના લોકાર્પણ કરવામા આવશે.
ભાવનગર રેલવે ડિવિઝનના ૧૭પૈકીના સિહોર, પાલીતાણા, મહુવા, રાજુલા, જામજોધપુર અને  સુવિધાઓમાં વધારો કરવામા આવ્યો છે.
મહુવા રેલવે સ્ટેશનમાં નવનિર્માણ પામી રહેલા બીજા પ્લેટફોર્મથી યાત્રિકોની સુવિધાઓમાં વધારો થશે. અને આગામી સમયમાં લાંબા અંતરની ટ્રેન મળવા સંભાવના સેવાઈ રહી હોવાનુ સૂત્રોમાથી જાણવા મળ્યુ હતું. ભાવનગર ડિવિઝનના નવનિર્માણ પામેલા રેલવે સ્ટેશનનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.૨૨ના વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામા આવશે.જેને લઈને રેલવે પ્રશાસનના બાબુઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application