શહેરમાં હાર્ટઅટેકથી મૃત્યુ થવાની ઘટના ફરી ચિંતાદાયક બની છે, મહિલા સહીત ચાર વ્યકિતના દયથંભી જવાની ઘટના બની છે. જેમાં ટીલાળા ચોકડી ઉપર રાજકિંગ પાર્ટી પ્લોટમાં ભત્રીજાના લના દાંડિયામાં આધેડ ઢળી પડતા મોત થયું હતું. લમીવાડીમાં આધેડ ઘરે બેભાન થઇ જતા અને માસ્તર સોસાયટીમાં સોફા પર બેસી ફોનમાં વાત કરતા મહિલાએ બેભાન હાલતમાં દમ તોડી દીધો હતો તેમજ પંચવટી સોસાયટીમાં સિકયોરિટી ગાર્ડને છાતીમાં દુ:ખાવો જીવલેણ નીવડો હતો. જયારે અન્ય બે બનાવામાં ગાંધીગ્રામમાં ગાંધીનગરમાં રહેતા ૫૫ વર્ષીય બરકતભાઈ બાથમમાં ઢળી પડતા બેભાન હાલતમાં દમ તોડો હતો. વેલનાથપરામાં ૩૫ વર્ષીય યુવક શૈલેષ બારૈયા રાત્રે સુતા બાદ સવારે બેભાન હાલતમાં મોત થયું હતું
રાત્રે સુતા બાદ યુવક સવારે જાગ્યો જ નહીં
શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ વેલનાથ પરામાં રહેતા શૈલેષભાઈ રામજીભાઈ બારૈયા (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત રાત્રે જમ્યા બાદ ઘરે સુતા બાદ સવારે પરિવારજનો જગાડવા જતા જાગટોન હોય આથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક યુવાન કલર કામ કરતો હતો બનાવ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી.
હતીલમાં દાંડીયારાસ રમતાં હાર્ટ એટેક
શહેરના મોટામવામાં ખોડિયાર મંદિર પાસે રહેતા નારણભાઇ પરષોત્તમભાઈ ઠુમ્મર (ઉ.વ.૫૨) નામના આધેડ ગત રાત્રીના ટીલાળા ચોક પાસે આવેલા રાજકિંગ પાર્ટી પ્લોટમાં ભત્રીજા વિરાજ શૈલેષભાઇ ઠુમ્મરના લ પ્રસંગે દાંડિયારાસમાં પરિવારજનો સાથે રાસ રમતા હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તાકીદે ૧૦૮ને બોલાવી સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો.
સોફાપર બેઠા બેઠા મહિલા ઢળી પડી
ભકિતનગર સર્કલ નજીક માસ્તર સોસાયટીમાં રહેતા રિધ્ધિબેન રાજેશભાઈ ગંગલાણી (ઉ.વ.૫૧) નામના મહિલા સાંજે છએક વાગ્યે ખરે સોફાપર બેઠા બેઠા ફોનમાં વાત કરતા હતા ત્યારે અચાનક નીચે પડી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગે ભકિતનગર પોલીસે જરી કાર્યવાહી પુરી કરી હતી. મૃતકના પતિ સોનીકામ કરે છે અને સંતાનમાં બે દીકરી છે. પરિવારમાં ગમગીની છવાઈ હતી.
બાથરૂમમાં આવ્યો કાતિલ હુમલો
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર શેરી નં.૭માં રહેતા બરકત ભાઈ કાસમભાઈ ડોભાણી (ઉ.વ.૫૫) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે બાથમમાં બેભાન થઇ ઢળી પડતાં પરિવારજનો દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતક બરકતભાઈ બે ભાઈ એક બહેનમાં વચેટ હતા અને અને સંતાનમાં બે પુત્ર છે. મોભીના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે.
પંચવટીમાં આધેડને સવારે હાર્ટ એટેક
અમીનમાર્ગ પરની પંચવટી સોસાયટીમાં રહેતા અને મૂળ એમપીના હભાઈ ખેમાભાઈ ભુરીયા (ઉ.વ.૫૫) નામના આધેડ ગઈકાલે ઘરે બાથમમાં જતા હતા ત્યારે ત્યાં જ પડી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જીવ બચી શકયો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરતા પોલીસે જરી કાગળો કર્યા હતા. મૃતક મજૂરીકામ કરતા અને મૂળ એમપીના રહેવાસી હતા.
રાત્રે હૃદય રોગનો હુમલો આવતા મોત
લમીવાડી મેઈન રોડ પર આવેલી કોઠારીયા કોલોનીમાં રહેતા બિપીનભાઈ હિંમતભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૫૨) નામના આધેડ રાત્રે ઘરે હતાત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે જરી કાગળો કર્યા હતા. મૃતક ફર્નિચરનું કામ કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech