પોરબંદરના સિદ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમરનાથના દિવ્ય દર્શન સહિત ધ્વજારોહણ અને ફરાળી મહાપ્રસાદનું આયોજન થતા વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.
છેલ્લા ત્રેવીસ વર્ષથી શિક્ષણ, સેવા આધાત્મિક અને સમાજ ઉત્કર્ષમાં શહેરમાં અનોખું સ્થાન ધરાવતા પોરબંદરના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પોરબંદરના શ્રી સિદ્ધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પોરબંદરની પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા (બાપુ) દ્વારા છેલ્લા શ્રાવણ માસના અંતિમ સોમવારે ભવ્ય નકર બરફની ગુફામાં જઈને શ્રી અમરનાથના દિવ્ય દર્શન સાથે કાર્યક્રમ ભક્તિ ભાવ સાથે ઉજવવાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યુ હતુ,નકર બરફની ગુફામાં બરફ પર ચાલીને અમરનાથના અલૌકિક દર્શન કરવા શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ,હિમાલયમાં આવેલું અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનુ એક છે કેમ કે અહી જ ભગવાન શિવે માં પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતુ,આથી આ અમરનાથનું મહત્વ હોય તેથી આ અમરનાથ બરફની શિવલિંગના દિવ્ય દર્શન વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ,ધ્વજારોહણ અને ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે
શ્રાવણ માસના પ્રારંભથી અંતિમ સોમવાર સુધી આ શિવ મંદિર ખાતે શિવભક્તો પંચામૃત, બીલી પત્ર, દુધ, તલ તથા ગંગાજલ દ્વારા શિવલિંગને અભિષેક કરી પુજા અર્ચના કરી રહ્યા છે,સંધ્યા આરતીમાં શિવાલય હર હર મહાદેવના જય ઘોષ ગુંજી રહ્યા હતા, ભક્તો દ્વારા પુજા, દીપમાલા આરતી અને હોમાત્મકના નિત્ય કાર્યો કરવામાં આવેલ હતા,પોરબંદરના જી.ઈ.બી સામે આવેલ હાઉસિંગ સોસાયટી બિરલા રોડ સ્થિત શ્રી સિદ્ધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે સિદ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે અમરનાથ ગુફા ભગવાનના દિવ્ય દર્શનના આ ધાર્મિક ઉત્સવને શ્રદ્ધાપુર્વક ભાવિકોએ માણ્યો હતો.આ મંદિર ખાતે મંગળા આરતી, ધ્વજારોહણ, સંધ્યા આરતી, ફરાળી મહાપ્રસાદ ભાવિકજનોએ લઈને ધન્યતાની લાગણી અનુભવી હતી,આ ધાર્મિક ઉત્સવમાં જાણીતા કેળવણીકાર ડો.ઈશ્ર્વરભાઈ ભરડા,હરીશભાઈ કુહાડા. હરજીવનભાઈ કોટીયા, વિપિનભાઈ કકકડ ખોરાવા પરિવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દાતા પ્રવીણભાઈ ખોરાવા પરિવારની સિદ્ધેશ્વર મહાદેવ પરની અતુટ શ્રદ્ધાને ભાવિકજનોએ બિરદાવી હતી,આ મંદિર પર વીસ હજારના ખર્ચે પ્રવીણભાઈએ એક મોર પક્ષી સ્પીકર સાથે મુક્યો છે,જે વહેલી સવાર અને સાંજે ટહુકો કરતા સાચો મોર હોવાનો સૌ અહેસાસ કરી રહ્યા છે,જે આકર્ષણનું કેન્દ્ર બનતા જે જોવા ભાવિકજનો ઉમટી રહ્યા છે,મંદિરના ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ પટેલ તથા દાતા પ્રવીણભાઈ ખોરાવાના સબળ નેતૃત્વમાં આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા શ્રી સિદ્ધેશ્વર યુવક મિત્ર મંડળના પ્રમુખ દેવાભાઈ આહીર માર્ગદર્શન હેઠળ સર્વ પુજારી ધર્મેશભાઈ જોષી,ભીખુભાઈ જોશી,ભરતભાઈ ભટ્ટ, નરસિંહભાઈ કનારા,નાગાભાઈ મોઢવાડીયા, કિરણબેન ગોસ્વામી, મહિલા સત્સંગ મંડળના પ્રમુખ વેજીબેન કેશવાલા, પુરીબેન ગોરાણીયા, રતનબેન યુવક મંડળના સેવાભાવિ યુવાનો સહિત શિવ ભક્તો જહેમત ઉઠાવી હતી,એક માસ સુધીના આયોજનમાં ભાવિકજનો ઉમટયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech