સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા મુવી આજ રોજ રિલીઝ થઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું બજેટ 55 કરોડ રૂપિયા છે. આ વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રાએ યોદ્ધા મુવી માટે તગડી ફી વસુલી છે.
એક્શનથી ભરપૂર યોદ્ધા મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે જ્યારે એક્ટ્રેસની વાત કરીએ તો દિશા પટની અને રાશિ ખન્ના છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતુ ત્યારે ફેન્સ આ મુવીની ઉત્સુક્તાથી રાહ જોઇ રહ્યા હતા. ફેન્સથી લઇને ઓડિયન્સ એમ દરેક લોકોએ ફિલ્મની ઝલકને ખૂબ પસંદ કરી છે. યોદ્ધા આજ રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ યોદ્ધાની કહાની કંઇક અલગ છે
ફિલ્મની કહાનીની વાત કરીએ તો એક પ્લેન હાઇજેકની છે. આ મુવી સિદ્ધાર્થ મલ્હોત્રા એક સોલ્ઝરના રોલમાં છે. રાશી ખન્નાએ સિદ્ધાર્થને લવ ઇન્ટ્રેસ્ટ હેઠળ કાસ્ટ કરવામાં આવ્યા છે. એક્શનથી પેક આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું બજેટ 55 કરોડ રૂપિયા છે.
ફિલ્મના સ્ટાર કાસ્ટની ફીની વાત કરીએ તો યોદ્ધા માટે સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 કરોડ રૂપિયા અને દિશા પટનીએ 2 કરોડ રૂપિયા વસુલ્યા છે. આમ, એક્ટ્રેસ રાશિ ખન્નાની વાત કરીએ તો એને ફિલ્મ માટે 1.5 કરોડ રૂપિયા લીધા છે. આ ફિગર્સ પર મેકર્સ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી મળી નથી, પરંતુ એમાઉન્ટ માર્કેટમાં ફેલાઇ છે.
ખાસ અંદાજમાં પોસ્ટર રિલીઝ કર્યુ હતુ
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટર જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરને હવામાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના પોસ્ટરને 13,000 ફીટની ઉંચાઇ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આમ, તમને જણાવી દઇએ કે બોલિવૂડમાં પહેલી વાર કોઇ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યુ છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાનું ટીઝર જોયા પછી ફેન્સ ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા હતા. આમ, તમને જણાવી દઇએ કે ફિલ્મ યોદ્ધા આજ રોજ એટલે કે 15 માર્ચ 2024ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય દિશા પટણી અને રાશિ ખન્ના પણ છે. ધર્મા પ્રોડક્શન ફિલ્મ યોદ્ધા હીરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્રારા નિર્મિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech