જામનગર સહિત દેશભર માં 207 સ્થળો પર યોજાયેલ રક્તદાન શિબિરો માં અંદાજિત 50000 યુનિટ રક્તદાન કરાયું
“નિરંકાર પ્રભુએ આપણને આપેલા આ માનવ જીવનની દરેક ક્ષણ માનવતાને સમર્પિત કરી શકાય છે; જ્યારે આપણા હૃદયમાં પરોપકારની આટલી સુંદર ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે વાસ્તવમાં સમગ્ર માનવતા આપણા પોતાના સ્વરૂપે દેખાવા લાગે છે. ત્યારે દરેકના સુખાકારીની ઈચ્છા આપણા જીવનનું ધ્યેય બની જાય છે." ઉપરોક્ત નિવેદન સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજે 'માનવ એકતા દિવસ' નિમિત્તે તમામ ભક્તોને સંબોધિત કરતાં વ્યક્ત કર્યું હતું.
માનવ એકતા દિવસનો પવિત્ર અવસર બાબા ગુરબચન સિંહ જીની માનવતા પ્રત્યેની સાચી સેવાઓને સમર્પિત છે જેમાંથી નિરંકારી વિશ્વના દરેક ભક્ત તેમના જીવનના કલ્યાણ માટે પ્રેરણા લઈ રહ્યા છે.
સંત નિરંકારી મિશનની સામાજિક શાખા, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આજે સમગ્ર ભારતમાં 207 સ્થળોએ વિશાળ રક્તદાન શિબિરોની શ્રેણીનું આયોજન કર્યું હતું જેમાં અંદાજે 50,000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જામનગરમાં પટેલ સ્થિત, સંત નિરંકારી સત્સંગ ભવન, ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં, તમામ રક્તદાતા ઓ એ ઉત્સાહપૂર્વક અને સ્વેચ્છાએ 108 યુનિટ રક્તનું દાન કર્યું હતું.
આ અવસરે નિરંકારી રાજપિતા રમિતજી એ પણ રક્તદાન કર્યું, જે નિઃશંકપણે મિશન ના ભક્તો અને યુવા સેવકો માટે પ્રેરણાસ્ત્રોત હતું. આ તમામ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરતા પહેલા પરીક્ષણ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સાથે રક્તદાતાઓ માટે ઉત્તમ નાસ્તાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
નિષ્કામ સેવાના સુંદર ભાવ ને સંબોધતા સત્ગુરુ માતાજીએ સમજાવ્યું છે કે જ્યારે અમારા મનમાં નિષ્કામ સેવાનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે આ વિશ્વ વધુ સુંદર લાગે છે ત્યારે આપણી સેવા ભાવના સાકાર અને કર્મ સ્વરૂપે સમસ્ત માનવ પરિવાર માટે વરદાન બની જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech