દુકાનો પર ખેડૂતોની લાંબી કતારો લાગી : ખેડૂતોમાં ભારે હાલાકી
દેવભૂમિમાં ફરી યુરિયા ખાતરની અછત સર્જાતા ફરી દુકાનો પર ખેડૂતોની કતારો લાગવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળીયામાં ખાતરની ગાડી એકજ આવતા તે બે સંસ્થાઓમાં વહેંચાતા સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી દ્વારા 389 થેલી મળી હોય તેનું વિતરણ શરૂ કરતાં ખેડૂતોની કતારો લાગી હતી. જોકે,લાંબી કતારમાં ઉભેલા ખેડૂત પ્રમાણે જથ્થો ના હોય, અનેક ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા છતાં ખાતર મળ્યું ન હતું.
જોકે, ખંભાળીયામાં રાસાયણિક ખાતા યુરિયા ખાતર વેચવા માટે શહેરમાં છ જેટલા વિક્રેતા હોવા છતાં સહકારી સંસ્થામાં જ ખેડૂતોની કતારો લાગતી હોય ખાનગી વિક્રેતા વેચે છે કે પછી શું? તેવો પણ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ખાનગી વિક્રેતાને ત્યાં ક્યારેય કતારો લાગતી જ નથી.
ખાતરનો જથ્થો ઢગલો હતો ત્યારે કોઈ આવતું નહિ, સર્વોદય જૂથ મંડળીમાંથી મળતી માહિતી મુજબ થોડા સમય પુર્વે રાસાણિક ખાતરની 10 હજાર બાચકીઓ તેમને ત્યાં હતી ગોડાઉનમાં સમાતી ન હતી ત્યારે કોઈ આવતું ન હતું હવે જથ્થો ઓછો આવતા કતારો લાગે છે. જોકે, બે દિવસમાં ફરી મોટો જથ્થો આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું તારા મિત્ર સાથે હોય ત્યારે બહુ હવા કરે છે? કહી મારમાર્યો: આરોપીઓ સામે રાયોટનો ગુનો નોંધાયો
April 16, 2025 03:29 PMજો ગરમીમાં કંઈક ઠંડુ ખાવા માંગતા હો તો બનાવો કોલ્ડ સેન્ડવીચ, અજમાવી જુઓ આ 3 વાનગીઓ
April 16, 2025 03:24 PMપોલીસની હેરાનગતિથી ધંધો બંધ કરવાની ચીમકી
April 16, 2025 03:10 PMવારંવારની સૂચના છતાં જગ્યા ખાલી નહીં કરાતા કાર્યવાહી
April 16, 2025 03:09 PMશૈક્ષણિક સંસ્થાના ડાયરેકટરની ચેમ્બરમાં ઘુસી શખ્સોનો હુમલો
April 16, 2025 03:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech