શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત હિંદુ સમાજ માટે જૂનાગઢમાં અખિલ સૌરાષ્ટ્ર્ર કચ્છ રઘુવીર સેનાના ઉપક્રમે સ્વ. અશોકભાઈ શાંતિલાલ દેવાણીના સ્મરણાર્થે ગિરિરાજ વિલા બંગલો ખાતે શનિવારથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૦થી ૧૮ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૪ થી રાત્રે ૮ સુધી યોજાનાર કાર્યક્રમમાં કથાના વ્યાસાસને આચાર્ય શાક્રી ઉમેશભાઈ વ્યાસ કથાનું રસપાન કાર્યક્રમ અંતર્ગત સતીની કથાની ઉત્પતિ, બ્રહ્મ વિષ્ણુ વિવાદ પ્રાગટ શિવપૂજા નું મહત્વ, કુમાર અને ગણેશજીનું ચરિત્ર, ભગવાન શિવના અવતાર ની કથા, ૧૨ યોતિલિગ નું વર્ણન અને શિવરાત્રી નું મહાત્મય સહિતના પ્રસંગો વર્ણવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડોલરભાઈ કોટેચા, ગીરીશભાઈ કોટેચા, મહેન્દ્રભાઈ મશ, પ્રદીપભાઈ ખીમાણી, પ્રો.પીબી ઉનડકટ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, મહામંત્રી મનનભાઈ અભાણી, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના નાગભાઈ વાળા, અખિલ સૌરાષ્ટ્ર્ર કચ્છ રઘુવીર સેનાના પોરબંદર પ્રમુખ વિજયભાઈ ઉનડકટ, અમરેલી અખિલ સૌરાષ્ટ્ર્ર કચ્છ રઘુવીરસેનાના પ્રમુખ વિશાલભાઈ સોઢા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
આ આયોજનમાં યજમાન પથ તથા પાટલા નોંધાવવા શ્રી ડેકોરેશન, શ્રી પાર્ટી શોપ માઢ સ્ટ્રીટ માય નેસ્ટ સી ખાતે નોંધાવવાના રહેશે.શિવ મહાપુરાણ કથા આયોજનમાં હિંમતભાઈ રાજા, મનસુખભાઈ પારેલીયા અને જેન્તીભાઈ કોટકના માર્ગદર્શન નીચે પ્રોજેકટ ચેરમેન યુગ (યસ) દેવાણીના નિદર્શન હેઠળ યોજાનાર સમગ્ર શિવ મહાપુરાણ કથાના આયોજન માટે જૂનાગઢ અખિલ સૌરાષ્ટ્ર્ર કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ અશોકભાઈ સિરોદરિયા, દીપકભાઈ રાજા, દીપલભાઈ પારેલીયા, અરવિંદભાઈ દેવાણી, જીતુભાઈ ચોલેરા, હરેશભાઈ ગંધા, જય–જેકી બુદ્ધદેવ, અરવિંદભાઈ દેવાણી, દીપકભાઈ પારેલીયા, પરેશભાઈ ઉનડકટ, ચંદુભાઈ રાયઠઠ્ઠા, આશિષ પારેલીયા, કશ્યપ ભાઈ ધનેશા, કિશનભાઇ દેવાણી, સુધીરભાઈ રાજા, ધવલભાઇ પરમાર તથા જલારામ ઝુપડી મહિલા મંડળ સહિતની ટીમ તડામાર તૈયારીઓ કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech