મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી પદને લઈને ગડમથલ હજુ યથાવત જ છે. સીએમ પદ માટેનો દાવો છોડા બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે તેમની માંગણીઓની લાંબી યાદી મૂકી છે. શિંદે હવે મુખ્યમંત્રી પદના બદલામાં ભારે સોદાબાજી કરી રહ્યા છે. શિંદેએ ગઈકાલે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મેરેથોન બેઠક દરમિયાન આ માંગણીઓ રજૂ કરી હતી.
ગઈકાલે રાત્રે દિલ્હીમાં કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ શિવસેનાનો પક્ષ રજૂ કર્યેા હતો. શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે શિંદેએ અમિત શાહ પાસેથી ૧૨ મંત્રી પદ માંગ્યા છે. બેઠકમાં શિંદેએ વિધાન પરિષદના અધ્યક્ષ પદની પણ માંગણી કરી હતી. શિંદેએ તેમના મનપસદં મંત્રાલયોની યાદી પણ સોંપી છે. તેમણે ગૃહ, શહેરી વિકાસ સહિત અનેક મહત્વના વિભાગોની માંગણી કરી છે.
શિંદેએ અમિત શાહને પાલક મંત્રીનું પદ આપતી વખતે પણ પક્ષ માટે યોગ્ય સન્માન જાળવવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે બેઠકમાં શિવસેનાના નાયબ મુખ્યમંત્રી પદ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. શિંદેએ ફરી એકવાર અમિત શાહ પર વિશ્વાસ મૂકયો અને કહ્યું કે તેઓ મહાગઠબંધનમાં મજબૂત છે.
મહારાષ્ટ્ર્રમાં મહાયુતિને ભવ્ય જીત મળી છે. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં તેની પાસે ૨૩૨ બેઠકો છે. એકલા ભાજપ પાસે ૧૩૨ બેઠકો છે. શિવસેના પાસે ૫૭ અને અજિત પવારની એનસીપી પાસે ૪૨ ધારાસભ્યો છે. એકનાથ શિંદે સીએમની ખુરશી ભાજપને આપવા તૈયાર છે.
જો કે, તે તેના બદલે મોટો સોદો ઇચ્છે છે. તેમની નજર ગૃહ મંત્રાલય પર છે. જો કે, એકનાથ શિંદે સરકારમાં સામેલ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ્ર થયું નથી. સૂત્રોનું કહેવું છે કે સીએમ પદ પરથી હટી ગયા બાદ તેઓ સંભવિત દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ડેપ્યુટી સીએમ બનવા માંગતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech