નવી કલેકટર કચેરીની બાજુમાં આવેલા રાજકોટ તાલુકા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગની હાલત અત્યારે જર્જરીત થઈ ગઈ છે. એકધારા પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પાણી પડી રહ્યા છે. પોપડા ખરે છે અને તિરાડો પણ પડી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયત કચેરીનું જુની કલેકટર કચેરીમાં જિલ્લા રજીસ્ટાર ઓફિસની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સોમવારે કામકાજના ચાલુ દિવસો દરમિયાન આ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નવી જગ્યાએ તાલુકા પંચાયત કચેરી શ પણ થઈ ગઈ છે. બીજી બાજુ હાલની જગ્યાએ નવું આધુનિક સુવિધાસભર બિલ્ડીંગ બનાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયત મારફત મ્યુનિસિપલ કોર્પેારેશનમાં પ્લાન રજૂ કરી દેવાયો છે. જિલ્લા પંચાયત મારફત રજૂ કરાયેલા આ પ્લાનમાં સુધારા વધારાઓ પણ થઈ રહ્યા છે અને તાલુકા પંચાયતના આર્કિટેકટ તે મુજબ કામગીરી કરી રહ્યા છે.તાલુકા પંચાયતનું આ બિલ્ડીંગ ભૂતકાળમાં રહેણાંક મકાન હતું અને ૧૯૬૫ માં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠીયાના નામે તેનો દસ્તાવેજ થયો હતો. ત્યાર પછી સરકારે આ બિલ્ડીંગ લઈને તેમાં તાલુકા પંચાયત કચેરી શ કરાવી છે. ઘણા વર્ષેાથી રીપેરીંગ પણ થયું ન હોવાથી આ બિલ્ડિંગ ની હાલત અતિશય જર્જરિત બની ગઈ છે. તાલુકા પંચાયતે જિલ્લા પંચાયત મારફત મહાનગરપાલિકામાં પ્લાન રજૂ કર્યેા હતો તેમાં મહાનગરપાલિકાની સૂચના મુજબ સુધારા અને ફેરફાર કરી નવેસરથી પ્લાન રજૂ કર્યેા છે. જોકે છેલ્લે જિલ્લા પંચાયતે સેલર કાઢી નાખવા માટે સૂચના આપતા હવે ત્રીજી વખત પ્લાન રજૂ કરવામાં આવશે
નવા બિલ્ડિંગની ગ્રાન્ટ માટે સરકારમાં રજૂઆત
તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકારી ધારા ધોરણ મુજબ જો ૫૫૦૦ વાર કે તેનાથી વધુ જગ્યા હોય તો પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ મળી શકે પરંતુ તાલુકા પંચાયતનું હાલનું બિલ્ડીંગ યાં છે તે જગ્યા ૧૭૦૦ વાર છે. આ સ્થિતિના કારણે ગ્રાન્ટ ઓછી મળે તેમ છે. પરંતુ સરકારને રસ્તો કાઢવા માટે આગેવાનો દ્રારા રજૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ જે ડિઝાઇન બનાવવામાં આવી છે તે મુજબ જો કામ કરવામાં આવે તો અંદાજે સાડા આઠ કરોડ પિયાનો ખર્ચ થવાની શકયતા છે. યારે ૧૭૦૦ વાર જમીન હોવાથી સરકાર તરફથી ૩.૧૦ કરોડ ગ્રાન્ટ પેટે મળે તેમ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech