બહુચર્ચિત શીના બોરાની કથિત હત્યાની તપાસ ચાલી રહી છે અને તેમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે ત્યારે શીના બોરાની હત્યા બાદ તેના હાડકાં અને અવશેષો શોધી શકાયા ન હોવાના અહેવાલના અઠવાડિયા પછી, ફરિયાદ પક્ષે ટ્રાયલ કોર્ટને જણાવ્યું હતું કે હાડકાં અને અવશેષો નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ઑફિસમાં છે. શીના બોરા (24)ની 2012માં તેની માતા ઈન્દ્રાણી મુખજીર્ અને અન્ય લોકોએ તેની હત્યા કરી હતી.આ ઘટસ્ફોટ ટ્રાયલ કોર્ટ દ્વારા મળેલા ઈમેલના એક દિવસ બાદ થયો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે શીનાના હાડકાં ગાયબ નથી પરંતુ તે ફોરેન્સિક એક્સપર્ટ પાસે હતા જેમણે તેમની તપાસ કરી હતી અને તે કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે રજૂ કરી રહ્યો હતો.
ઈમેલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ સાક્ષીએ અચાનક ઘણી સંપત્તિ મેળવી લીધી છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એસપી નાઈક નિમ્બાલકરે કોર્ટમાં હાજર બચાવ પક્ષના વકીલોને ઈમેલ અંગે માહિતી આપી હતી.આ વાંચીને વકીલોએ કહ્યું કે આરોપની તપાસ થવી જોઈએ. આ પછી જજે કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો. ફરિયાદ પક્ષે કહ્યું કે તેણે સૌપ્રથમ 24 એપ્રિલે શીનાના અવશેષો ગુમ થવા અંગે કોર્ટને જાણ કરી હતી અને 10 જૂને કહ્યું હતું કે તેઓ શોધી શક્યા નથી.
ફરિયાદી સીજે નંદોડેએ જણાવ્યું હતું કે, જ્યારે ઓફિસના સ્ટોરરૂમમાં ફરી તપાસ કરવામાં આવી ત્યારે સામાન, એટલે કે હાડકાં ત્યાં પડેલા મળી આવ્યા હતા. નોંધનીય છે કે હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખજીર્ હવે જામીન પર બહાર છે. હત્યાનો આ મામલો 2015માં પ્રકાશમાં આવ્યો હતો. અને હવે તેના પર અદાલતી કાર્યવાહી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech