પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાતને સારી શરૂઆત ગણાવી હતી. તેમણે 2025માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લાહોરની ઓચિંતી મુલાકાતને પણ યાદ કરી અને પ્રશંસા કરી. શરીફે કહ્યું કે બંને દેશોએ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જોવું જોઈએ.વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરની પાકિસ્તાન મુલાકાત બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીએમએલ-એનના નેતા નવાઝ શરીફે તો જાહેરમાં ભારત સાથે સંબંધો સુધારવાની અપીલ કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તો ત્યાં સુધી કહ્યું કે ભારત અને પાકિસ્તાને હવે ભૂતકાળને ભૂલીને આગળ જોવું જોઈએ અને સારા પડોશીઓની જેમ રહેવું જોઈએ. શરીફની આ ટિપ્પણીને ભારત સાથેના સંબંધો સુધારવાની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
ત્રણ વખતના વડા પ્રધાન અને સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) ના પ્રમુખે જયશંકરની મુલાકાતને સારી શરૂઆત ગણાવી હતી. ડિસેમ્બર 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લાહોરની ઓચિંતી મુલાકાતની પ્રશંસા કરતા શરીફે કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોમાં લાંબા સમય સુધી અસ્થિરતાથી ખુશ નથી અને આશા વ્યક્ત કરી કે બંને પક્ષો સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધશે નવાઝ (74)એ કહ્યું, ’અમે અમારા પાડોશીને બદલી શકતા નથી, ન તો પાકિસ્તાન કે ન તો ભારત. આપણે સારા પડોશીઓની જેમ જીવવું જોઈએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બંને દેશો વચ્ચે ’સેતુ’ બનાવવાની જરૂર છે, તો તેણે કહ્યું, ’એ જ ભૂમિકા છે જે હું ભજવવાનો પ્રયાસ કરી રહ્યો છું.’ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે છેલ્લા નવ વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત હતી.પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના મોટા ભાઈ નવાઝે કહ્યું, ’વસ્તુઓ આ રીતે આગળ વધવી જોઈએ. અમે ઈચ્છતા હતા કે વડાપ્રધાન મોદી આવે, પરંતુ ભારતના વિદેશ મંત્રી આવ્યા તે સારું થયું. મેં અગાઉ પણ કહ્યું છે કે આપણે આપણી વાતચીતને આગળ વધારવી જોઈએ.
ભૂતકાળ તરફ નહીં, ભવિષ્ય તરફ જોવાની જરૂર છે. શરીફે કહ્યું, ’આપણે ભૂતકાળમાં ન જવું જોઈએ અને ભવિષ્ય તરફ જોવું જોઈએ. જો આપણે ભૂતકાળને દફનાવીએ તો વધુ સારું રહેશે જેથી કરીને આપણે બંને દેશો વચ્ચેની તકોનો ઉપયોગ કરી શકીએ.
શરીફે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી
શરીફે કહ્યું, ’સંબંધોમાં તિરાડથી હું ખુશ નથી. હું પાકિસ્તાનના લોકો વતી બોલી શકું છું જે ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને હું ભારતના લોકો માટે પણ તે જ કહીશ. ભૂતપૂર્વ વડા પ્રધાને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે જો બંને ટીમો પડોશી દેશમાં કોઈ મોટી ટુનર્મિેન્ટની ફાઈનલમાં રમે તો તેઓ ભારતની મુલાકાત લેવા ઈચ્છશે. શરીફે બંને પક્ષો વચ્ચેના વેપાર સંબંધોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.શરીફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધો માટે જવાબદાર ગણાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech