બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન બોલિવૂડ અને સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી આવતા સેલિબ્રિટી ટેક્સપેયર્સમાં પ્રથમ સ્થાને છે. શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2023-24માં 92 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. બીજા સ્થાને તમિલ ફિલ્મ અભિનેતા વિજય છે, જેમણે ગયા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 80 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે. ખેલાડીઓમાં ઈન્કમ ટેક્સ ભરવાના મામલે ક્રિકેટર વિરાટ કોહલી 66 કરોડ રૂપિયા ટેક્સ ભરીને પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 38 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે.
બોલિવૂડ સેલિબ્રિટી ટેક્સપેયર્સ
ફોર્ચ્યુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24 માટે સેલિબ્રિટી કરદાતાઓની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર શાહરૂખ ખાને રૂ. 92 કરોડનો આવકવેરો ભર્યો છે. અભિનેતા વિજય રૂ. 80 કરોડની ટેક્સ ચૂકવણી સાથે બીજા ક્રમે અને સલમાન ખાન રૂ. 75 કરોડની આવકવેરા ચૂકવણી સાથે ત્રીજા સ્થાને છે. બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને 2023-24માં આવકવેરા પેટે રૂ. 71 કરોડ ચૂકવ્યા છે. અજય દેવગણે રૂ. 42 કરોડ અને રણબીર કપૂરે રૂ. 36 કરોડનો આવકવેરો ભર્યો છે.
રિતિક રોશને રૂ. 28 કરોડ, કપિલ શર્માએ રૂ. 26 કરોડ, કરીના કપૂરે રૂ. 20 કરોડ, શાહિદ કપૂરે રૂ. 14 કરોડ, કિયારા અડવાણીએ રૂ. 12 કરોડ અને કેટરીના કૈફે રૂ. 11 કરોડ ચૂકવ્યા છે. આ યાદીમાં પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. તેણે રૂ. 11 કરોડનો આવકવેરો ભર્યો છે. આમિર ખાને રૂ. 11 કરોડ, મલયાલમ ફિલ્મ અભિનેતા મોહન લાલે રૂ. 14 કરોડ, અલ્લુ અર્જુને રૂ. 14 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે.
સેલિબ્રિટી કરદાતાઓમાં ક્રિકેટરો
સેલિબ્રિટી કરદાતાઓમાં મોટી સંખ્યામાં ક્રિકેટરો પણ સામેલ છે. વિરાટ કોહલી 66 કરોડની ટેક્સ ચૂકવણી સાથે પ્રથમ સ્થાને છે. માહી એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીએ 38 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભર્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નાણાકીય વર્ષ 2023-24માં 28 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 13 કરોડ રૂપિયા અને ઋષભ પંતે 10 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech