રાજધાની નવી દિલ્હીની ઘણી શાળાઓને આજે ફરી બોમ્બની ધમકી મળી હતી, જેના પગલે પોલીસ અને ફાયરની ટીમ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દિલ્હીની ઈસ્ટ ઓફ કૈલાશ ડીપીએસ, સલવાન સ્કૂલ, મોર્ડન સ્કૂલ સહીત અનેક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે.
દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકયો નથી. રોજેરોજ કોઈ અજાણ્યો વ્યકિત ઈ–મેલ કે કોલ દ્રારા બોમ્બ અંગે શાળા સંચાલકોને જાણ કરે છે અને ગભરાટનું વાતાવરણ સર્જાય છે. ગયા સોમવારે (૯ ડિસેમ્બર) પણ દિલ્હીની લગભગ ૪૦ શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ઈ–મેલ દ્રારા આવી હતી. સોમવારની સવાર હોવાથી બાળકો પહેલેથી જ કલાસમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. ઈમેલ મળતાની સાથે જ શાળા પ્રશાસને તુરતં વાલીઓને જાણ કરી અને તમામ બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા.
દિલ્હીમાં બે મહિનામાં બે વિસ્ફોટ કરાયા
દિલ્હીના બે વિસ્તારોમાં અલગ–અલગ સમયે ઓછી તીવ્રતાના બે વિસ્ફોટ પણ થયા છે. બે મહિનામાં બે વિસ્ફોટ અને સતત ધમકીઓથી દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે. ૨૦ ઓકટોબર ૨૦૨૪ના રોજ રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલ પાસે વિસ્ફોટ થયો હતો. આ પછી નવેમ્બરના અંતમાં પ્રશાંત વિહારમાં વિસ્ફોટ થયો હતો. બંને જગ્યાએ સફેદ પાવડર મળી આવ્યો હતો. પોલીસનું માનવું હતું કે લોકોમાં ભય કે ભ્રમ પેદા કરવા માટે કોઈ કાવતં ઘડવામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી આ વિસ્ફોટો અને ધમકીઓ પાછળનો છુપાયેલ હેતુ સ્પષ્ટ્ર થયો નથી, જે ચિંતાનો વિષય છે.
ગત વખતે ખંડણી માંગવામાં આવી હતી
સોમવારે ૯ ડિસેમ્બરે ધમકીભર્યેા ઈમેલ મોકલનાર વ્યકિતએ ૩ હજાર યુએસ ડોલરની ખંડણી માંગી હતી. એવું પણ લખવામાં આવ્યું હતું કે બોમ્બ એટલા નાના હતા કે તે તપાસ દરમિયાન મળી શકશે નહીં. જો માંગ પૂરી નહીં થાય તો તે બોમ્બ વિસ્ફોટ કરશે.પરંતુ આ ખોટું સાબિત થયું હતું
રિઝર્વ બેંકને પણ ઉડાવી દેવાની ધમકી
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યેા ઈ–મેલ આવ્યો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાડવાની વાત કરવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વિમાનો, શાળાઓ, બેન્કોને બોમ્બથી ઉડાવી દેવાના ઘણા ધમકીભર્યા કોલ અને મેઇલ આવી રહ્યા છે અ
અત્યાર સુધી બોમ્બની ધમકીઓ ખોટી નીકળી
ગયા સોમવારે મળેલી ધમકીની તપાસ માટે ઘણી પોલીસ ટીમો બનાવવામાં આવી હતી, જેણે દરેક શાળાના ખૂણે–ખૂણે તપાસ કરી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દિલ્હીમાં શાળાઓ, એરપોર્ટ, લાઈટસ, હોટલ, મોલ વગેરે સામે દરરોજ મળતી આ ધમકીઓ અત્યાર સુધી ખોટી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સુરક્ષા એજન્સીઓ આ ધમકીઓને હળવાશથી લેવાની ભૂલ કરી શકે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech