પોરબંદરની ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ કોર્ડીંગ લેબમાં મોબાઇલ એપ બનાવતા સંસ્થાના ટ્રસ્ટીઓએ તેમને બિરદાવ્યા હતા.
પોરબંદરની ગોઢાણીયા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનાં ધોરણ-૭ નાં બાળકોએ મોબાઈલ એપ્સ બનાવી તેનું નિદર્શન કર્યુ હતુ.
પોરબંદર જિલ્લા માં ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ માં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પોરબંદર ની ગોઢાણીયા જે. વી. જી.ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના ઉત્સાહી પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા એ જણાવ્યું હતું કે. દેશ વિદેશ ની શાળાઓમાં કોર્ડિંગનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે વિશ્ર્વના ફિનલેન્ડ જેવા દેશો ડીઝીટલ શિક્ષણ ને વ્યક્તિત્વ ઘડતર ને પાયાનું ગણે છે. ત્યારે આવનારી ટેક્નોલોજી માટે સંકુલના બાળકો સજ્જ છે તેમ જણાવી મહાનુભાવોને આવકાર્યા હતાં.
આ પ્રસંગે ટ્રસ્ટની ઓફિસ ખાતે ધોરણ -૭ ના બાળકો એ ટ્રષ્ટી ના પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા સમક્ષ આ બાળકોએ જુદી -જુદી મોબાઈલ એપ ની નિદર્શન કરતા ઉપસ્થિત સૌ મહાનુભાવો પ્રભાવિત થયા હતાં. આ પ્રસંગે ટ્રષ્ટ ના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ બાળકો ની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું હતું કે..વિશ્ર્વ આજે ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે રોકેટ વેગે આગળ ધપી રહ્યું છે ત્યારે આર્ટિફિસીયલ ઈન્ટેલિજન્સના યુગમાં બાળકો ના ભવિષ્ય માટે ઇનોવેશન, કર્યેટીવીટી, અત્યન્ત જરી લેખાવી અભિનંદન પાઠવ્યા હતાં.
ટ્રસ્ટી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ ૨૧મી સદીને આવકારવા નાના બાળકો આવકારવા થનગની રહ્યા છે જે મોટી ઉપલબ્ધી છે. બાળકોની સજ્જતા ને બિરદાવી હતી આ પ્રસંગે ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્ટર જાણીતા કેળવણીકાર ડો. ઈશ્ર્વરભાઈ ભરડા એ આજે ટેક્નોલોજી ક્ષેત્રે શિક્ષકો કરતા બાળકો એક કદમ આગળ છે આપણે આધુનિક યુગમાં બાળકોની પ્રતિભા ઓળખી ને પ્રત્સાહન આપવું જરી છે ટ્રષ્ટ દ્વારા નિ:શુલ્ક બાળકો ને કોર્ડિંગ શીખવાવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ટ્રષ્ટ ને અભિનંદન પાઠવ્યા હતાં
આ નિદર્શન સમયે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો કેતન ભાઈ શાહ, યોગ કોલેજના કોર્ડીનેટર જીવાભાઈ ખૂંટી, ટ્રષ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, ગોધાણિયા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્ર્વેતા બેન રાવલ, ગુજરાતી મીડીયમ સ્કૂલના પૂજાબેન મોઢા, સહીતના સારસ્વાતો ઉપસ્થિતિ રહ્યા હતાં આ બાળકોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતાં
પોરબંદરની જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ ના સાત બાળકો એ પોતાની કલ્પના અને મહેનત થી ડિઝાઇન ની એપ્લિકેશન તૈયાર કરી છે જુદી જુદી મોબાઈલ એપ બાનવી છે જેમાં ધોરણ -૭ ના વિદ્યાર્થીઓ એ પોતાની કલ્પના, વિચારધારા અને મહેનત લગન થી પોરબંદર ની સુવિખ્યાત રોબોટિક્સ લેબનાના પ્રણેતા સમીરભાઈ પુરોહિત અને તેમની લેબના ઇન્સ્ટ્રકટરો જિજ્ઞાસા નાંઢા, ધ્રુવ મોનાણી, સિમરન મોઢા, પ્રિયા સોલન્કીના માર્ગદર્શન હેઠળ ગોઢાણીયા ઈંગ્લીસ સ્કૂલની કોર્ડિંગ લેબ ના વિદ્યાર્થીઓ એ જુદી -જુદી એપ બાનવી છે જેમાં ધોરણ -૭ હેત બાપોદરા, અને મિહિર સુરાણી એ પોપ ધ બલુન, જેમીલ શર્મા અને પ્રિયાસ મદલાની એ પેઈન્ટર ઇશિકા બારાઈ અને પ્રિયાંસી દાવડા વિજ્ઞાન વિષયક રસપ્રદ સાયન્સ કવીઝ તેમજ ધોરણ -૫ ના ભવ્ય દીપસિંહ વાળા એ ધ મૂન ફેસિસ સ્ટોરી એપ તૈયાર કરી છે જયારે વિશ્ર્વ માં આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ ની બોલ બાલા છે ત્યારે આ નાના બાળકો એ.આઇ. સાથે કદમ મિલાવવા રિસર્ચ ઇનોવેશન, ક્રિએટીવીટી અંગે કોર્ડિંગ લેબ માંટે ટેક્નોલોજી ની ભાવિ દિશા નક્કી કરવા ચિંતન મંથન થીંકીંગ કરતા થયા છે તે આજના સમયની તાતી જરિયાત છે
પોરબંદરની શ્રી મતિ જયશ્રી બેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનાં આચાર્ય ભાવના બેન અટારાનાં સબળ નેતૃત્વમાં અને રોબોટિક્સ લેબ ના માલિક સમીર ભાઇ પુરોહિત નાં માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષ થી લાખો પિયા નાં ખર્ચ સાથે અદ્યતન સુવિધા યુક્ત કોર્ડીન લેબ નું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં બાળકોને કોર્ડિંગનું નોલેજ આપવામાં આવે છે ૨૧મી સદીને સજ્જ કરતી અને આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ (એ. ઈ.) ની તાલીમ આપતી ગોઢાણીયા કોર્ડિંગ લેબ સમગ્ર જિલ્લા માં સૌપ્રથમ પહેલ કરનાર સઁસ્થા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૫ માં અમલીકરણ થતા બાળકોને આ કોર્ડિંગ લેબ અને એ. આઈ ને અનુલક્ષી ને વિદ્યાર્થીઓ ને આધુનિક જ્ઞાન મ મળી તે માટે ગોઢાણીયા સંકુલ માં આગતરું આયોજન કરવામાં આવેલ છે.પોરબંદર માં છેલ્લા છ વર્ષ થી કાર્યરત રોબો ફન લેબ તૈયાર કરવામાં આવીછે તેના પ્રણેતા સમીર ભાઈ પુરોહિત છે તેઓના માર્ગદર્શન હેઠળ લાખો પિયાના ખર્ચે ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ અને ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે આ બે કોર્ડિંગ લેબ તૈયાર કરવામાં આવી છે ભાવિ બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને આઈ. ટી ક્ષેત્રે સજ્જ કરવા અને આવનારા વારસો માં આવી રહેલ આર્ટિ ફીસીયલ ઇન્ટેલીજન્સ સામે સજ્જ કરવા આ ગોઢાણીયા ઈંગ્લીસ સ્કૂલ ની કોર્ડીગ લેબ આશીર્વાદ પ બનશે.
સ્કૂલનાં નાના બાળકો મોબાઈલ એપ્સ તૈયાર કરીને ટ્રસ્ટની ઓફિસ ખાતે નિદર્શન કરે તે ખુબ મહત્વનું છે. ટ્રષ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી અર્જુન ભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરત ભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રી બેન વિરમભાઇ ગોઢાણીયા, ભરત ભાઈ વિસાણા સહીતના ટ્રષ્ટીગણે એ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech