ઠાડચ ગામે જુગાર રમી રહેલા વાડી માલિક સહિત સાત શખ્સો ઝડપાયા

  • June 05, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે વાડીમાં લાઈટના અંજવાળે જુગાર રમી રહેલા વાડી માલિક સહિત સાત શખ્સોને ભાવનગર એલસીબીએ  રોકડ રૂ.૪૧,૬૦૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ટાઉન, રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ઠાડચ ગામના જયદીપ જીવરાજભાઇ પરમારની વાડીની ઓરડીની પાછળના ભાગે આવેલ વાડીના કાચા રસ્તામા ઓરડીની પાછળના ભાગે લગાવેલ લેમ્પનું  અંજવાળું કાચા રસ્તા ઉ૫ર પડતુ હોય જેના અંજવાળે જયદીપ પરમાર  સહિત અન્ય શખ્સો  પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમી ના આધારે રેઇડ કરી મનીષ લાભશંકરભાઇ રાજયગુરૂ (ઉ.વ.૪૫ રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર), હિરા હરીભાઇ બારૈયા (ઉ.વ.૪૫ રહે. કોઠા વિસ્તાર, બગદાણા તા.મહુવા જી.ભાવનગર),રાજેશ હિંમતભાઇ રાઠોડ (ઉ.વ.૪૪ રહે.આબીદભાઇની વાડી,રામપરા રોડ,તળાજા જી.ભાવનગર), ભરત મુળજીભાઇ બારૈયા (ઉ.વ.૪૦ રહે.જુનુ ગામ બગદાણા તા મહુવા જી ભાવનગર), ભરત ભાણભાઇ ફગા (ઉ.વ.૩૦ રહે.સાંજણાસર તા પાલીતાણા જી ભાવનગર),  મનીષ સામંતભાઇ બારૈયા (ઉ.વ.૨૭ રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર) અને  જયદીપ જીવરાજભાઇ પરમાર (ઉ.વ.૨૫ રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર)ને  ગંજીપત્તાના પાના અને  રોકડ રૂ.૪૧,૬૦૦મળી કુલ કિં.રૂ.૪૧,૬૦૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application