પોરબંદરની લેડી હોસ્પિટલમાં નવજાત શિશુઓ માટે સંસ્થા દ્વારા સેવા કાર્ય યોજાયા

  • September 02, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં સેવા કાર્ય ધમધમી રહ્યા છે ત્યારે લેડી હોસ્પિટલમાં નવજાત શિશુઓની માતાઓને  જીતેન્દ્રભાઈ મોઢા તરફથી પૌષ્ટિક શુદ્ધ ઘીની સુખડી ,બિસ્કીટ તેમજ હેતલબેન તરફથી દૂધની થેલીઓ આપવામાં આવી, આ તકે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરો અને દીકરી સમાન છે ,બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવો જેવી બાબતો માતાઓને સમજાવી હતી તેમજ ભારે વરસાદના કારણે રોગચાળો પણ ફેલાયેલો હોય જેમાં નવજાત શિશુનું જતન કરવું જેવી બાબતોથી માતાઓને માહિતગાર કરી હતી, આ સેવા કાર્યમાં નિમિષાબેન જોશી કીર્તિબેન પુરોહિત ચેતનાબેન થાનકી તેમજ ગીતાબેન જોશી હેતલબેન કોટેચા વગેરે સેવાભાવી બહેનો જોડાયા હતા,(તસ્વીર: જિજ્ઞેષ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application