દશેરા એ જ ઘોડુ નહીં દોડવાની કહેવતને વધુ એક વખત સાચી પાડવામાં આવી: પહેલા દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ શકી નહીં
ગુજરાત સરકારે ખેડુતો પાસેથી તા.11થી ટેકાના ભાવે મગફળીની ખરીદી શ કરવાની જાહેરાત જોરશોરથી કરી હતી, પરંતુ ખરીદીના પહેલા જ દિવસે હાપા માર્કેટીંગ યાર્ડ સહિત 4 યાર્ડમાં સર્વર ડાઉન તેમજ 4 સેન્ટરોને કોડ ન મળતાં મગફળીની ખરીદી થઇ શકી ન હતી, જો કે બીજી તરફ યાર્ડમાં ગઇકાલે 80 હજાર મણ મગફળીની આવક થતાં યાર્ડ મગફળીથી છલોછલ ભરાઇ ગયું હતું.
જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં 29213 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડ, ધ્રોલ, જોડીયા, કાલાવડ અને જામજોધપુર તેમજ લાલપુર ખાતે મગફળી ખરીદવાના સેન્ટરો રાખવામાં આવ્યા છે ત્યારે ફકત ધ્રોલ અને જામજોધપુર ખાતે 300 મણ જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી હતી જયારે અન્ય 4 સ્થળોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી કોડ ન મળતાં શ થઇ શકી ન હતી.
યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ એક-બે દિવસમાં સર્વર અને કોડનો પ્રોબ્લેમ દુર થઇ જતાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શ કરી દેવામાં આવશે, ગઇકાલે જાડી મગફળીના ા.900 થી 1150 અને જીણી મગફળીના ા.1500 થી 2200 સુધીના ભાવો બોલાયા હતાં, 900 જેટલા વાહનોમાં મગફળી આવી હતી, જેના કારણે આખા યાર્ડમાં મગફળીનો ભરાવો થઇ ગયો હતો અને યાર્ડના સંચાલકો દ્વારા આઠ દિવસ સુધી ખેડુતોને યાર્ડમાં મગફળી ન લાવવા પણ જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા, ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયા
April 11, 2025 10:28 AMકમરમાં સાંકળ, હાથમાં બેડીઓ... આ રીતે તહવ્વુર રાણાને NIAને સોંપવામાં આવ્યો, તસવીર સામે આવી
April 11, 2025 10:26 AMટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ
April 11, 2025 10:23 AMશ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા વંદના મહોત્સવના ભવ્ય અને દિવ્ય આયોજન ની તૈયારી અંતિમ તબક્કામાં
April 11, 2025 10:20 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech