ઉનાના કેસરિયા દીવ રોડ પર આવેલ સોનારી ગામ નજીક રસ્તા પર એક બાઈક અને કાર ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર પતિ પત્નિ અને એક સાથે બાળકી સહિત ત્રણને ઈજા પહોંચતા તાત્કાલિક ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
કેસરીયા–દિવ રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર દિવના વણાકબારા રહેતાં હિતેશભાઇ હીરાભાઈ વૈશ્ય, હિનાબેન હિતેશભાઇ વૈશ્ય, તેમજ તેમની બાળકી વિશા હિતેશભાઇ વૈશ્ય, બાઈક પર વણાકબારા તરફ જતા હતા. ત્યારે સામેથી આવતી કારના ચાલકે કાબૂ ગુમાવતા બાઈકને હડફેટે લેતા બાઈકમાં બાળકી સહિત ત્રણને ઈજા પહોંચી હતી. જેમાં બાળકીને પગ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. જોકે આ અકસ્માત સર્જાતા કાર પલ્ટી ખાઇ દૂર સુઘી ફંગોળાઈ ગયેલ જેમાં કાર ચાલક હરજી બારીયાને સામાન્ય ઈજા થઈ હતી.
આ અકસ્માત સર્જાતા કાર રસ્તા પરથી દૂર સાઈડમાં એક મંદિરની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા દિવાલ ધરાશાઈ થયેલ અને કાર પલ્ટી ખાઇ હતી. જોકે કાર ચાલકનો બચાવ બચાવ થયો હતો અને તેને સમાન્ય ઇજા થઇ હતી. આ અકસ્માતમાં તમામ ચાર ઇજાગ્રસ્તોને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech