ભારતીય શેરબજારમાં ભયંકર ઉતાર- ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ તેની ઇન્ટ્રાડે હાઈથી 1,400 પોઈન્ટથી વધુ ગગડી ગયો હતો. સેન્સેક્સ તેના અગાઉના 81,688.45ના બંધ સામે 81,926.99 પર ખુલ્યો હતો અને લગભગ 450 પોઈન્ટ વધીને 82,137.77 પર પહોંચ્યો હતો. ઈન્ટ્રાડે હાઈ લેવલથી 1,412 પોઈન્ટ ઘટીને 80,726.06 ના સ્તર પર પહોચ્યો. બપોરે 2 વાગ્યાની આસપાસ ઈન્ડેક્સ 655 પોઈન્ટ ઘટીને 81,027.70 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી 50 તેના અગાઉના 25,014.60ના બંધ સામે 25,084.10 પર ખૂલ્યો હતો અને અનુક્રમે 25,143 અને 24,694.35ની તેના ઇન્ટ્રાડે હાઈ અને લો લેવલ પર પહોચ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ સત્ર દરમિયાન 6 ટકાથી વધુ ઉછળ્યો હતો.
છેલ્લા કેટલાક સત્રોમાં ચીનના બજારોમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. છેલ્લા અઠવાડિયે, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 21 ટકાનો ઉછાળો આવ્યો છે અને હેંગસેંગ ઇન્ડેક્સ 15 ટકાથી વધુ ઉછળ્યો છે.
શેરબજારમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં વધી રહેલો તણાવ છે. ઇઝરાયેલે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે અને હવાઈ હુમલા પણ કયર્િ છે. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરીને બદલો લીધો હતો. આ સંઘર્ષ મોટા પાયે યુદ્ધમાં ફેરવાય તેવી પણ શક્યતા છે. આવી સ્થિતિમાં રોકાણકારો હવે શેરબજારને બદલે સોના જેવી ઓછી જોખમી સંપત્તિ તરફ વળ્યા છે. ખાસ કરીને વિદેશી રોકાણકારો બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે.
ભૌગોલિક રાજકીય તણાવને કારણે વિશ્વના મોટાભાગના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્રણેય મુખ્ય યુએસ ઇન્ડેક્સ મોડી રાત્રે લગભગ સપાટ બંધ થયા હતા. રોકાણકારો હવે યુએસ બેરોજગારીના ડેટા પર નજર રાખે છે અને 4 ઑક્ટોબરે નોન-ફાર્મ પેરોલ્સ રિપોર્ટ છે.
બજારના ઘટાડા પાછળનું એક પરિબળ એફપીઆઈનું મોટા પાયે વેચાણ છે. એફપીઆઈએ છેલ્લા ચાર દિવસમાં ા. 40,000 કરોડથી વધુનું વેચાણ કર્યું છે. હેંગસેંગ ઇન્ડેક્સ એક મહિનામાં 32 ટકા વધ્યો છે. મોટા નાણાં ભારતથી ચીનમાં જઈ રહ્યા છે. એફપીઆઈ વેચાણ ઉપરાંત, ભૌગોલિક રાજકીય તણાવ અને હરિયાણા અને જમ્મુ- કાશ્મીર ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામોએ પણ બજારના નબળા પ્રદર્શનમાં ફાળો આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech