અમેરિકાથી જાપાન સુધીના શેરબજારોને હચમચાવી નાખનાર ચીની એઆઈ ડીપસીકની સ્થાનિક બજાર પર કોઈ અસર થતી હોય તેવું લાગતું નથી. બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ ૧૧૪૬ પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે ૭૬૫૧૨ ના સ્તરે પહોંચી ગયો હતો. નિટીએ પણ બેવડી સદીનો આંકડો પાર કર્યેા અને ૨૪૩પોઈન્ટના વધારા સાથે ૨૩૦૭૩ પર ટ્રેડ થયો હતો. નિટીના ટોપ ગેઇનર્સમાં, એકિસસ બેંક ૪ ટકાથી ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ ૩.૧૯ ટકા, એચડીએફસી બેંક ૨.૯૬ ટકા, શ્રીરામ ફાઇનાન્સ ૨.૮૮ ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક ૨.૮૩ ટકા વધ્યા હતા.
આજે સવારે બજાર ખુલતા જ બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેકસ સેન્સેકસ ૨૯૨ પોઈન્ટના વધારા સાથે ૭૫૬૫૯ ના સ્તરે ખુલ્યો. યારે, એનએસઈનો ૫૦ શેરનો બેન્ચમાર્ક ઇન્ડેકસ નિટી ૧૩૧ પોઈન્ટના બમ્પર વધારા સાથે ૨૨૯૬૦ ના સ્તરે ખુલ્યો હતો.
આજના ટ્રેડીંગ દરમિયાન, સેન્સેકસના ૩૦ શેરોમાંથી ૧૭ શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી, યારે ૧૩ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ અને આઈટી શેરોમાં જબરદસ્ત વધારો થયો હતો યારે એફએમસીજી અને ઓટો શેરોમાં ઘટાડો થયો હતો.
બીજી તરફ, ગઈકાલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો, બંને બેન્ચમાર્ક સૂચકાંકો એક–એક ટકાથી વધુ ઘટા. સેન્સેકસ ૮૨૪.૨૯ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૭૫,૩૬૬.૧૭ પર બધં થયો, યારે નિટી ૫૦ ૨૬૩.૦૫ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા ઘટીને ૨૨,૮૨૯.૧૫ પર બધં થયો.
વૈશ્વિક બજારો પર નજર કરીએ તો, આજે બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એશિયન બજારોમાં, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેકસ અને કોરિયાનો કોસ્પી આજે ટ્રેડિંગ માટે બધં છે. પરંતુ જાપાનના નિક્કીમાં ૦.૬૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech