ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદીને કારણે બીએસઈ સેન્સેકસ ૧૨૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. આજના સેશનમાં સેન્સેકસ ફરી ૮૦,૦૦૦ના આંકને પાર થઈ ૮૦,૩૧૬ પોઈન્ટ પર ટ્રેડિંગ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એકસચેન્જના નિટીમાં ૩૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪,૪૯૫ પોઈન્ટ પર પહોંચી ગયો છે. બજારમાં આ ઉછાળામાં મોટો ફાળો આઇટી શેરનો છે જે ભારે ઉછાળો દર્શાવે છે. નિટીનો આઈટી ઈન્ડેકસ ૧૦૩૭ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એલ એન્ડ ટી ટેકનોલોજી ૫.૭૮ ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. વિપ્રો અને કોફોર્જમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને બંને શેર ૩ ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
બેન્કિંગ શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે. નિટી બેંક ૮૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦,૫૮૫ પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે. નિટી બેન્કમાં સમાવિષ્ટ્ર ૧૨ શેરોમાંથી ૧૧ ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર ૨.૫૯ ટકા, કોટક મહિન્દ્રા ૧.૭૭ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૭૪ ટકા અને એયૂ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ૧.૭૧ ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. મિડકેપ શેરોમાં ખરીદીને કારણે નિટી મિડકેપ ઈન્ડેકસ ૯૩૦ પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સ્મોલ–કેપ શેરોમાં પણ રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી રહી છે અને નિટી સ્મોલકેપ ૧૫૦ ઇન્ડેકસ ૩૩૬ પોઇન્ટના ઉછાળા સાથે ૧૮,૪૨૫ પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય એફએમસીજી, ઓટો, એનર્જી, કન્યુમર ડુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ફરીથી . ૪૫૦ લાખ કરોડને પાર કરી ગયું છે અને . ૪૫૦.૩૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં . ૪૪૪.૨૯ લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં . ૬ લાખ કરોડથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech