જાણીતા લેખક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે એબીપી અસ્મિતાના એક્ઝિકયુટીવ ડીરેકટર રોનક પટેલને મોરારિબાપુ હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, નગીનબાપાને લોકો નાસ્તિક સમજતા પણ હું એને નાસ્તિક નહીં કહું એ સત્યના ઉપાસક હતાં. મારા માટે નગીનબાપા એક સદ્ગ્રંથ હતાં, મારા માટે પૂછવાનું ઠેકાણું હતાં. આ પ્રસંગે ગુજરાત મિત્રના મેગેઝીન એડિટર બકુલ ટેલરે નગીનદાસ સંઘવીના સર્જન પર વાત કરી હતી. વરિષ્ઠ પત્રકાર ભરત ઘેલાણીએ એવોર્ડ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર ભરત ઘેલાણીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ છેલ્લા પાંચ વર્ષથી આપીએ છીએ. સ્મૃતિચિન્હ સાથે સવા લાખની ધનરાશી આપવામાં આવે છે. આ અગાઉના વર્ષોમાં ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હિરેન મહેતા અને વિકાસ ઉપાધ્યાય, ચિરંતના ભટ્ટ, ભાર્ગવ પરીખ, ભાવેન કચ્છી અને ગત વર્ષે રાજકોટના જ પત્રકાર કૌશિક મહેતાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષે આ એવોર્ડ માટે એબીસી અસ્મિતા ગુજરાતી ચેનલના એક્ઝિકયુટીવ એડિટર રોનક પટેલની પસંદગી કરવામાં આવી છે.
એવોર્ડી પત્રકાર રોનક પટેલનો પરિચય આપતા વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, રોનકભાઇએ પત્રકારત્વનો કોઇ અભ્યાસ કર્યો નથી, આજે પત્રકારત્વમાં બેધડક બોલવું અને હું તો બોલીશ પ્રજાના પ્રશ્ર્નોની હિંમતપૂર્વક રજૂઆત કરવી એ આસાન કામ નથી. રોનકભાઇ કાપડના ધંધામાં પડયા હતાં પરંતુ ૪૫ લાખનું નુકસાન ગયું હતું, સંજોગોવસાત એ પત્રકારત્વમાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ 61 વર્ષની ઉંમરે દુલ્હા બનશે
April 18, 2025 02:51 PMપૈસાની લેતીદેતી મામલે છરીના ઘા ઝીંકી હત્યાના આરોપીને આજીવન સખત કેદ
April 18, 2025 02:47 PMઅણબનાવ સબબ પુત્રી સાથે રિસામણે બેઠેલી પત્નીને 5000 વચગાળાના ભરણપોષણનો હુકમ
April 18, 2025 02:45 PMબોગસ એનઓસી બનાવી લોનવાળી કાર બારોબાર વેચી નાખતા ફરિયાદ
April 18, 2025 02:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech