ભેસાણ અને આભવાની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચાણ કરી .૩.૪૧ કરોડ મેળવી લઇ જમીનના ખોટા દસ્તાવેજ બનાવવા અંગે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ચાર શખસો સામે ગુનો નોંધાયો હતો. જેમાં તપાસ દરમિયાન રાજકોટના વોર્ડ નંબર ૪ ના ભાજપ અગ્રણીના પુત્ર હર્ષિલ પે લાલા ગોસ્વામીનું નામ ખુલતા તેને ઝડપી લેવા માટે અઠવા પોલીસે રાજકોટમાં દરોડા પાડા હતા. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો.
આ ચકચારી જમીન કોભાંડની જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. ૨૮ ના રોજ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં કુષભાઈ સ્તમજી પટેલ (ઉ.વ ૭૨ રહે. ભેસાણ તા.ચોર્યાસી, જિ. સુરત) નામના વૃદ્ધ દ્રારા સુત્રાપાડાના સીંગસર ગામે રહેતા ઝાકીર ગુલામ અલી નકવી, સુરતમાં રહેતા મુકેશ મનસુખભાઈ મેંદપરા, પિયુષકુમાર જયંતીલાલ શાહ અને સુત્રાપાડાના અકબરમીયા નથુમીયા કાદરી વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વૃદ્ધએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એકલવાયુ જીવન જીવતા હોય તેમની વારસાઈ જમીન જે ભેસાણ અને આભવામાં આવેલી હોય આરોપીઓએ મિલાપીપણું કરી વૃદ્ધના આધારકાર્ડ તથા પાનકાર્ડમાં ફોટાઓમાં ચેડા કરી ખોટા પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવી જમીનનો બારોબાર સોદો કરી જમીન ખરીદનારાઓ પાસેથી પિયા ૩.૪૧ કરોડ મેળવી લઈ ખોટા ડ્રાટ દસ્તાવેજ બનાવી તેમાં ખોટી સહીઓ કરી ખોટા પુરાવા રજૂ કરી હજીરા સબ રજીસ્ટર કચેરીમાં નોંધણી કરાવવા આવતા પકડાઈ ગયા હતા.જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસ તપાસમાં ભેંસાણ અને આભવામાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવામાં નામચીન મુકેશ મેંદપરા સહિતીન મંડળીએ ફ્રોડ ડોકયુમેન્ટ તૈયાર કર્યા હતા. સાગરિતોએ જમીનના બોગસ માલિક બની દસ્તાવેજથી વેચાણ કરી અને સાક્ષી તરીકે સહી પણ કરી હતી. આ જમીન કૌભાંડમાં અઠવા પોલીસે ભૂમાફિયા ઝાકીર ગુલામઅલી નકવી (રહે. સિંગસર, તા. સૂત્રાપાડા, ગીર સોમનાથ) અને મુકેશ મનસુખભાઈ મેંદપરા (રહે. મેરી ગોલ્ડ ફ્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા પાસે, સુરત)ની ધરપકડ કરી હતી.
પકડાયેલા મુકેશ અને ઝાકીર નકવી સાથે બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડના આધારે મૂળ જમીન માલિકના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ બનેલા અકબરમિયાં નથુમિયાં કાદરી (રહે. સિંગસર, જિ. ગીર સોમનાથ) સંડોવણી બહાર આવી હતી દરમિયાન પોલીસની તપાસમાં ઇમરાન અને રાજકોટના વોર્ડ નં–૪ – ભાજપ અગ્રણી સંજયગીરી ગોસ્વામીના પૂત્ર હર્ષિલ ઉર્ફે લાલાનું નામ સામે આવ્યું હતું.જે સંડોવણી પગલે અઠવા પોલીસની ટીમે રાજકોટમાં આરોપી લાલાને ઝડપી લેવા દરોડો પાડો હતો.પરંતુ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. ભાજપ અગ્રણીના પુત્રની સંડોવણી જમીન કૌભાંડમાં ખુલતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે
લાલાના પિતા સંજય ગોસ્વામીનું ઇન્જેકશન કૌભાંડમાં નામ ખુલ્યું'તું
કોરોનાકાળમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મયૂર નામના શખસે ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપી દીધાનું કહી કોરોના દર્દીના પરિવારજન પાસેથી . ૪૫ હજાર પડાવતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસ તપાસમાં ભાજપ અગ્રણી સંજય ગોસ્વામીનું નામ પણ ખૂલ્યું હતું. બંન્ને શખસો ઇન્જેકશન આપ્યા વગર . ૪૨ થી ૪૫ હજાર પિયા દર્દીના પરિવારજનો પાસેથી લેતા હોવાનું ખૂલ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech