ચોટીલાના પાંચવડા ગામે રહેતો યુવાન રાજકોટ સ્કોર્પિયો રીપેર કરાવવા આવ્યા બાદ પરત જતા સમય માલીયાસણ પાસે અકસ્માત સર્જાયો હોય અહીં તેણે પોતાની સ્કોર્પીયો ઉભી રાખતા પાછળ આવી રહેલી બોલેરો તેમાં અથડાય હતી. બાદમાં બોલેરો ચાલકે ગોલાચાલી કરી હતી. દરમિયાન યુવાન કુવાડવા ગામ પાસે પહોંચતા એક ફોચ્ર્યુન અને થાર આડી રાખી યુવાનની કાર અટકાવી હતી અને બાદમાં યુવાન અને તેની સાથે રહેલા તેના મિત્રને પાઇપ વડે માર માર્યેા હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી કુવડવા રોડ પોલીસે ચાર શખસો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચોટીલાના પાચવડા ગામે રહેતા અને ખેતી કામ કરનાર નારણભાઈ વશરામભાઈ મેટાળીયા (ઉ.વ ૪૩) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરત રઘુભાઈ ગમારા (રહે. દોસલી ધુના તા. રાજકોટ) તથા કાળુ ભુગાભાઈ ગમારા, હરેશ કાળુભાઈ ગમારા અને દડુ કાળુભાઈ ગમારા (રહે. ત્રણેય ગુંદાળા) ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૫૨ ના બપોરના તે તથા તેનો મિત્ર અમરસિંહ છગનભાઈ ઝાપડિયા (રહે. ભીમગઢ તા.ચોટીલા) સ્કોર્પિયો રીપેર કરવા માટે રાજકોટ આવ્યા હતા અને બાદમાં રાજકોટથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કુવાડવા રોડ પર માલીયાસણ પાસે અકસ્માત સર્જાયો હોય જેથી યુવાને અહીં પોતાની સ્કોર્પિયો ઉભી રાખતા પાછળથી બોલેરો આવી હતી અને તેને સ્કોર્પિયો સાથે અથડાઈ હતી. જેથી યુવાન કારમાંથી નીચે ઉતરી જોતા બોલેરોના ચાલકે વગર વાકે ગાળો દેવાનો શ કયુ હતું અને ઝઘડો કર્યેા હતો. દરમિયાન અહીં હાજર લોકોએ બંનેને સમજાવી છુટા પાડા હતા. ત્યારબાદ યુવાનના મોબાઈલ પર ભરતભાઈ ગમારાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તે જેની સાથે માથાકૂટ કરી છે તે મારા મોટાભાઈ થાય છે તું બામણબોર આવ જોઈ લઈએ.
બાદમાં અહીં ટ્રાફિક લેયર થતા યુવાન સ્કોર્પિયો લઈને જતા કુવાડવા ગામ પાસે પહોંચતા એક થાર તથા ફોચ્ર્યુન આડી નાખી યુવાની સ્કોર્પિયો રોકી હતી. બાદમાં તેમાંથી હરેશ તથા બીજી ગાડીમાંથી દડુ નીચે ઉતર્યા હતા આ સમયે કાળુ ગમારા પણ અહીં પહોંચી ગયો હતો. આ શખસોએ યુવાનને તથા તેના મિત્રને પાઇપ વડે મારમાર્યેા હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શખ્સો જતા રહ્યા હતા અને જતા જતા ધમકી આપી હતી કે, તમને બંનેને જાનથી મારી નાખવા છે. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech