પૃથ્વીનું પરિભ્રમણ સ્થિર લાગે છે, પરંતુ વાસ્તવમાં તેની ગતિ ઘણા ઉતાર–ચઢાવમાંથી પસાર થાય છે. એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે પૃથ્વીની પરિભ્રમણ ગતિ ચિંતાજનક રીતે ઘટી રહી છે. ધરતીકંપ, વાળામુખી, ભરતી દળો અને પવનની પેટર્ન તેની પાછળના મુખ્ય પરિબળો છે. એક નવા અભ્યાસ અનુસાર, ધ્રુવો પર પીગળતો બરફ પૃથ્વીના પરિભ્રમણને ધીમું કરી રહ્યો છે, કારણ કે તે વિશ્વના મહાસાગરોના સ્તરમાં પણ વધારો કરી રહ્યો છે. ડંકન એગ્ન્ય, ભૂ–ભૌતિકશાક્રી અને યુસી સાન ડિએગો સ્ક્રિપ્સ ઇન્સ્િટટુશન આફ ઓશનોગ્રાફીના મુખ્ય લેખક, આ વખતે લીપ સેકન્ડના ઘટાડાને પણ આ ભૌતિક ઘટનાનું પ્રતિબિંબ માને છે.
લેખક એગ્ન્યએ અહેવાલ આપ્યો કે આ પહેલા કયારેય નકારાત્મક લીપ સેકન્ડ જોવા મળ્યો ન હતો. લીપ સેકન્ડનું એડજસ્ટમેન્ટ પણ મહત્વનું છે કારણ કે ઘણી જટિલ સિસ્ટમો સચોટ ટાઈમકીપિંગ પર આધાર રાખે છે. ૧૯૭૨ થી, વૈજ્ઞાનિકોએ ઘડિયાળમાં ૨૭ લીપ સેકન્ડ ઉમેર્યા છે. હવે એ જોવાનું રહે છે કે પૃથ્વીની હિલચાલથી ઊભી થતી ચિંતાઓને કારણે લીપ સેકન્ડ કેવી રીતે ઘટશે, કારણ કે વૈજ્ઞાનિકોએ હજુ સુધી તેની અસરનો અભ્યાસ કર્યેા નથી. જો કે, નવેમ્બર ૨૦૨૨ માં વૈશ્વિક પરિષદમાં, પ્રતિનિધિઓએ ૨૦૩૫ સુધીમાં લીપ સેકન્ડને દૂર કરવાનું નક્કી કયુ
૧.૪ અબજ વર્ષ પહેલા ૧૮ કલાકના દિવસો હતા
જો આપણે પૃથ્વીના પરિભ્રમણના ઇતિહાસ પર નજર કરીએ તો તે સતત ધીમી પડી છે. અભ્યાસ મુજબ, લગભગ ૧.૪ અબજ વર્ષ પહેલા એક દિવસ ૧૮ કલાક અને ૪૧ મિનિટનો હતો. ડાયનાસોરના યુગમાં એક દિવસ માત્ર ૨૩ કલાકનો હતો. જોકે આ પ્રક્રિયા એકદમ ધીમી છે. વર્તમાન દિવસનો સમયગાળો કાંસ્ય યુગના અંતની સરખામણીમાં ૦.૦૪૭ સેકન્ડનો વધારો થયો છે. જો કે, પ્રવાહી બાહ્ય કોરના પરિભ્રમણને કારણે પૃથ્વીની ગતિમાં ફેરફાર શકય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech