અમદાવાદ,વડોદરા, સુરત બાદ રાજકોટમાં આજથી સ્કૂલ વર્ધી એસોસીએસન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ (બંધ) પાડતા વાલીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્કૂલ વાહન ચાલકોએ આરટીઓની કામગીરી માટે સરકાર અને તંત્ર પાસે સમય આપવાની માંગણી કરી છે ઉપરાંત આરટીઓ તંત્રમાં ધીમી કામગીરી થતી હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો.
રાજકોટ સહીત રાજ્યભરમાં સ્કૂલના વાહનમાં ફિટનેસ સર્ટી, પાસિંગ, સીટીંગથી વધારે બાળકોને ન બેસાડવા અને વાહન 20થી વધુની સ્પીડથી ન ચલાવવું સહિતના નિયમોની કડક અમલવારી કરવા માટેના સરકારના આદેશ બાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા શાળા-કોલેજ ખુલતાની સાથે જ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી નિયમભંગ કરનારા સ્કૂલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. જુદા જુદા નિયમ ભંગ બદલ બે હજારથી 25 હજાર સુધીના દંડ ફટકારવામાં આવતા સ્કૂલવાન ચાલકોને રેલો આવતા જ સ્કૂલ વર્ધી એસોસીએસનને દ્વારા સામુહિક રીતે એકઠાં થઇ આરટીઓ અને સરકાર પાસે સમય માગવામાં આવ્યો હતો. જો કે સરકાર દ્વારા રાજકોટના અગ્નિકાંડ બાદ ખાસ કરીને બાળકોની સુરક્ષા મુદ્દે કોઈ બાંધછોડ કરવા ન માગતા કોઈ રાહત આપી ન હતી. જેને લઈને આરટીઓ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજથી સરકાર અને તંત્રનું નાક દબાવવા માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના સ્કૂલ વર્ધી વાન એસોસીએસન દ્વારા અચોક્કસ મુદ્દતનો બંધ પાડતા વાલીઓને વહેલી સવારે જાગીને બાળકોને સ્કૂલે મુકવા જવાની ફરજ પડી હતી. ખાસ કરીને નોકરિયાત વર્ગને બાળકોને નિયત સમયએ સ્કૂલએ મુકવા અને તેડવા જવા માટે મુશ્કેલી પડી રહ્યાનું જણાવ્યું હતું. બીજી તરફ સ્કૂલના વાહનોમાં જેમના બાળકો જઈ રહ્યા છે તેમને કોઈ મુશ્કેલી નથી અનુભવવી પડી માત્ર વાન અને રિક્ષામાં જતા બાળકોના વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈને સ્કૂલ વાન ચાલકો સામે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.
ચેકિંગની કાર્યવાહી ચાલુ જ રહેશે: આરટીઓ તંત્ર
સ્કૂલવાન ચાલકોની કેટલીક માંગણીઓ વચ્ચે અચોક્કસ મુદતના બંધનું એલાન કરી સરકાર અને તંત્રનું નાક દબાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ સરકારે પણ મચક ન આપતા આરટીઓ તંત્રએ સરપ્રાઈઝ ચેકીંગ શરૂ રાખી દંડનીય કાર્યવાહી કરી હતી જો કે આજે ચેકિંગની કામગીરી બંધ રહી હતી અને રૂટિન વાહન ચેકીંગની કામગીરીમાં જોતરાયા હતા. પરંતુ આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિયમ મુજબ વાન ચાલકો નહીં ચાલે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.
સ્કૂલવાન ચાલકોએ પહેલા બધું કરાવી લેવું જોઈએ: વાલીઓ
સ્કૂલએ મુકવા આવતા કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલ વાનના ચાલકોની પણ દાદાગીરી કાંઈ ઓછી નથી, પુરા પૈસા લેવા છતાં તેમને જે રૂટ સુટેબલ પડે ત્યાં ઘર સુધી આવીને બાળકોને લઇ જાય છે જયારે શેરીમાં એક જ બાળક હોઈ તો શેરીના ચોકમાં વાન ઉભી રાખે છે, જો કે સ્કૂલની બસ પણ એવું કરે છે. ઘણા વાન ચાલકો એડવાન્સ પૈસા પણ માગે છે. બાળકો માટે અમે થોડું જતું કરતા હોઈએ છીએ, હડતાલ મામલે વાલીઓએ કહ્યું હતું કે, સરકાર કે તંત્ર ખોટું નથી જરૂરી ડોક્યુમેન્ટ ન હોઈ તો આટલા વર્ષોથી સ્કૂલવાન હંકારતા હોવાથી નિયમ મુજબ પહેલાથી જ બધું કરી લેવું જોઈએ હવે દંડ કરવામાં આવે તો બંધ પાડી અમને અને બાળકોને હેરાન શું કામ કરો છો.
પ્રાઇવેટ વાહન ચાલુ રહ્યાં
બાળકોને તેડવા મુકવા જવા માટે ઇકો, ટેમ્પો ટ્રાવેલ્સ, રિક્ષાઓ જેવા પ્રાઇવેટ વાહન પણ ચાલી રહ્યા છે જે એસોસિએશનથી બહાર છે, આ તમામ પ્રાઇવેટ વાહનો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. તસવીરમાં નિર્મલા કોવેન્ટ સ્કૂલ પાસે પ્રાઇવેટ વાહનોની લાઈનો જોવા મળી રહી છે. જો કે આરટીઓ તંત્રએ આ વાહનોનું ચેકીંગ કરી બધું નિયમ મુજબ છે કે નહીં એ પણ જોવા તસ્દી લેવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech