કુવાડવા રોડ પર સ્થિત ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીના સંચાલક દ્રારા મંડળીમાં રોકાણ કરવા પર ૫ થી ૧૦ ટકાના વળતરની લાલચ આપી ૨૬૩ ગ્રાહકોના દોઢ કરોડની રકમ ઓળવી લીધી છે. આ અંગે મંડળીના જ એજન્ટ દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી મંડળી સંચાલકને ઝડપી લઈ જરી કાર્યવાહી કરી છે.
છેતરપિંડીના આ બનાવ અંગે ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીના એજન્ટ પરેશભાઈ મોહનભાઈ પરસાણા(ઉ.વ ૪૧ રહે. માતિ નગર ૩, આંબા ભગત સોસાયટી મેઇન રોડ, કુવાડવા રોડ) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મંડળીના સંચાલક શૈલેષ બાબુભાઈ ઠુંમર (રહે શ્રી રામ પાર્ક મેઇન રોડ બ્રહ્માણી પાર્ક શેરી નંબર ૧)નું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ માં તે કુવાડવા રોડ પર આવેલી શ્રી સમર્પણ શરાફી સહકારી મંડળીમાં કલેકશનનું કામ કરતા હતા. જેમાં આરોપી શૈલેષ મંત્રી તરીકે હતો જેથી બંને એકબીજાને ઓળખતા હતા. વર્ષ ૨૦૧૫માં આરોપીએ મંડળીમાંથી અલગ થઈ પોતાની ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળી શ કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૬ થી તે એજેન્ટ તરીકે ડેઈલી કલેકશનનું કામ કરતા હતા આરોપીએ ગ્રાહકોને જે લોકો મંડળીમાં પિયાનો રોકાણ કરશે તે રોકાણના વાર્ષિક ૫ થી ૧૦ ટકાના દરે પાકતી મુદતે વળતર આપવામાં આવશે તેઓ વાયદો આપ્યો હતો.
મંડળીમાં ફરિયાદી ઉપરાંત તેમના પત્ની કાજલબેન સહિતનાઓ એજન્ટ તરીકે કામ કરતા હતા તેણે પણ વર્ષ ૨૦૧૭ થી કટકે કટકે ૮ લાખની એફડીમાં રોકાણ કયુ હતું. જે ૨૦૨૦ માં પાકતી મુદતે ૧૦.૪૦ લાખ થયા હતા જે રકમ આરોપીએ હાલમાં મારે પૈસાની જરિયાત છે તેમ જણાવતા તેને હાથ ઉંછીના આપ્યા હતા. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીમાં કરેલા રોકાણ અને વ્યાજના મળી . ૨૨.૩૮ લાખ મંડળી પાસે માંગતા હતા.
આ ઉપરાંત પોતે એજન્ટ હોય કુલ ૯૪ ગ્રાહકો પાસેથી . ૩૫.૦૪ લાખ તેના પત્ની દ્રારા મંડળીના ૭૯ ગ્રાહકો પાસેથી ૩૪.૮૭ લાખ અન્ય એજન્ટ દિનેશભાઈ પીપળીયા (રહે.હત્પડકો કવાર્ટર, કુવાડવા)ના ૧૬ ગ્રાહકોના ૭.૮૪ લાખ મહેન્દ્રભાઈ અકબરીના ૭૩ ગ્રાહકોના ૩૯.૫૬ લાખ અને કાંતિભાઈ નારણભાઈ માલી (રહે ન્યુ ગાંધી સોસાયટી, સતં કબીર રોડ)ના ૧૦.૪૦ લાખ મળી કુલ ૨૬૩ જેટલા ગ્રાહકોના મળી દોઢ કરોડ મંડળીમાં જમા કરાવ્યા હતા. આ રકમ આરોપીએ પરત ન આપી ઓળવી જઈ છેતરપિંડી–વિશ્વાસઘાત કર્યેા હોય આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીના સંચાલક શૈલેષ ઠુંમર સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૯, તથા જીપીઆઇડી એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી નહીં જરી કાર્યવાહી કરી હતી. આ મામલે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech