જમીનમાં પાકને ઉપયોગી સૂમ પોષક તત્વોની જાણકારી અને ધાતુઓનો અભ્યાસ કરવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે ચાર વર્ષ સુધી સૌરાષ્ટ્ર્રના ૧૦ જિલ્લ ાઓના ૭૬ તાલુકામાં જીપીએસ પદ્ધતિથી જમીનના નમુના મેળવ્યા હતા અને પૃથ્થકરણ બાદ કોપરનું સૌથી વધુ પ્રમાણ જોવા મળ્યું હતું.યારે ભારે ધાતુઓનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.સોઇલ સાયન્સ વિષય પર એકમાત્ર જૂનાગઢના વૈજ્ઞાનિકે જમીની અભ્યાસ કરી પીએચડીની પદવી પ્રા કરી છે.
છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ પોષક તત્વો આવશ્યક છે.જેમાંથી આર્યન, મેંગેનીઝ, ઝીંક, કોપર ચાર સૂમ પોષક તત્વો છોડના વૃદ્ધિ વિકાસ અને જીવન ચક્ર પૂં કરવા આવશ્યક છે. ખેડૂતો દ્રારા પાક માટે પોષક તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સૂમ પોષક તત્વોની જાણકારી હોતી નથી જેથી સૌરાષ્ટ્ર્રની જમીનમાં રહેલ સૂમ પોષક તત્વો નું પ્રમાણ અને તેના વિવિધ સ્વપો અને જમીનમાં રહેલ ધાતુઓના અભ્યાસ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાક્રના વૈજ્ઞાનિક ડો એસ એ જાડેજા દ્રારા સૌરાષ્ટ્ર્રના દસ જિલ્લ ાના ૭૬ તાલુકાઓમાં ખેત આબોહવાકીય વિસ્તારમાં જીપીએસ પદ્ધતિથી અંદાજિત ૭૬૦ જમીનના નમુના મેળવી તેમાં રહેલા ધાતુ અને સૂમ પોષક તત્વોના સ્વપોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. એકત્રિત કરાયેલા નમુનાઓને એમપીએઈસ નામના સાધન દ્રારા અભ્યાસ કરી પૃથક્કરણમાં જમીનમાં કોપરનું પ્રમાણ સૌથી વધુ સો ટકા જોવા મળ્યું હતું.આર્યનની ફળદ્રત્પપતા મધ્યમ ૬૧ ટકા, મેંગેનીઝ ૫૮ ટકા ,ઝીંક ૫૪ ટકા જોવા મળ્યું હતું.
ડો જાડેજાના જણાવ્યા મુજબ આંકડાકીય પૃથક્કરણમાં જમીનમાં સૂમ તત્વોનું કુલ પ્રમાણ તેના બીજા સ્વપો જળવાઈ રહેવા જરી છે. જમીનનો પીએચ અને ઇસી બંને પરિબળો સૂમ તત્વોની લભ્યતાને સીધી અસર કરે છે. જમીનનો પ્રકાર, સેન્દ્રીય કાર્બન નું પ્રમાણ, માટીના કણોની ટકાવારી અને જમીનની ભૌતિક પરિસ્થિતિ સૂમ પોષક તત્વોને અસર કરે છે. ખેતીલાયક જમીનમાં કેડેમિયમ, ક્રોમિયમ, લેડ અને નિકલનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શિકાથી પણ ઘણું ઓછું છે.જમીનમાં સૂમ તત્વોનું કુલ પ્રમાણ તેના બીજા સ્વપો જળવાઈ રહેવા જોઈએ.
ડો જાડેજા દ્રારા ગુજરાતમાં સૌપ્રથમવાર કૃષિ ક્ષેત્રે જમીન વિજ્ઞાન સોઇલ સાયન્સ વિષય પર વિવિધ તાલુકાઓના જમીનના નમૂનાઓ મેળવી તેના અભ્યાસ અને પૃથક્કરણ બાદ પીએચડીની પદવી પ્રા કરી છે.તેઓના જણાવ્યા મુજબ ડો કે બી પરમાર અને ડો એચ એલ સાકરવડિયાના માર્ગદર્શન હેઠળ ૪૦૦ પેજનું થીસીસ તૈયાર કરી ૧૩ ઓગસ્ટના પીએચડીની પદવી પ્રા કરી છે
સૌરાષ્ટ્ર્રના ૧૦ જિલ્લાઓમાંથી ૭૬૦ નમુના એકત્ર
વૈજ્ઞાનિક દ્રારા સૌરાષ્ટ્ર્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, જામનગર, દ્રારકા, સુરેન્દ્રનગર, મોરબી ૧૦ જિલ્લ ાના ૭૬ તાલુકાઓમાં ખેત જમીનનો અભ્યાસ કરી ૭૬૦ નમુના એકત્ર કર્યા હતા.
સુરેન્દ્રનગરમાં ક્ષારયુકત જમીન, રાજકોટ જિલ્લામાં પોષક તત્વોનું પ્રમાણ સાંરૂ
જમીનના નમૂનાઓના અભ્યાસ તારવતા ૧૦ જિલ્લાઓમાંથી સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ક્ષારયુકત જમીન હોવાનું અભ્યાસમાં સામે આવ્યું હતું. યારે રાજકોટ જિલ્લામાં પોષક તત્વોની લભ્યતા સારી હોવાનું જણાવતા રાજકોટ જિલ્લ ામાં એકંદરે પાક માટે જમીનમા પોષક તત્વોનું પ્રમાણ સાં હોવાનું જણાવ્યું હતું.
સૂમ પોષક તત્વોમાં રહેલા આઠ સ્વરૂપોનો અભ્યાસ
૭૬ તાલુકાઓમાંથી ૭૬૦ જમીનના નમુના લીધા બાદ જમીનમાં રહેલ આર્યન ,મેંગેનીઝ ,ઝીંક અને કોપરના આઠ સ્વપોમાં પાણીમાં દ્રાવ્ય, વિનિમય ક્ષમ, લભ્ય સ્વપ, કુલ પ્રમાણ, શેષ પ્રમાણ, રીડયુસીબલ અને લભ્ય ટકાવારી સહિતના પોષક તત્વોના આઠ સ્વપોનો અભ્યાસ બાદ સ્વપોના પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech