પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અવસાનના કારણે મુલતવી રખાયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આવતીકાલે બપોરે 3:30 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ અને હોદ્દાની રૂએ કુલાધિપતિ આચાર્ય દેવવ્રત સમારંભના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઈસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.
યુનિવર્સિટીના આ પદવિદાન સમારોહમાં 42,000 વિદ્યાર્થીઓને પદવી આપવાની હતી. પરંતુ સમારોહ પાછળ ઠેલાતા ડિસેમ્બર માસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વધુ 2000 જેટલા વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવાનો નિર્ણય લેવાતા આવતીકાલના સમારોહમાં 42,677 વિદ્યાર્થી ભાઇ-બહેનોને પદવી એનાયત કરવામાં આવશે.
ડિગ્રી ઉપરાંત જુદી-જુદી 13 ફેકલ્ટીના 111 વિદ્યાર્થીઓને 126 ગોલ્ડ મેડલ અને 138 વિદ્યાર્થીઓને 221 પ્રાઇસ આપવામાં આવનારા છે. જે 126 ગોલ્ડ મેડલ આપવાના થશે તેમાં 39 વિદ્યાર્થીઓ અને 87 વિદ્યાર્થીનીઓ છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની તારીકા રામચંદાનીને સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ આપવામાં આવશે. જામનગરની આ કોલેજના જ બીજા વિદ્યાર્થી ગાંધી જોહરને ત્રણ ગોલ્ડ મેડલ અને સાત પ્રાઇસ એનાયત કરવામાં આવશે. મોરબીની પ્રભાબેન પટેલ કોલેજની વ્યાસ દેવાંગીનીને એલએલબીમાં ત્રણ ગોલ્ડ મેડલ અને છ પ્રાઇસ એનાયત કરાશે.અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થીની ભૂમિકા ડાભીને બીએ ગુજરાતીમાં ત્રણ ગોલ્ડ મેડલ અને બે પ્રાઇઝ એનાયત કરવામાં આવશે.
પદવીદાન સમારોહનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં કુલપતિ ઉત્પલ જોશી સમારોહની ભૂમિકા બાબતે પ્રાસંગિક પ્રવચન આપશે. બપોરે 4:25 વાગ્યે રાજ્યપાલના હસ્તે પદવીઓ એનાયત કરાશે અને રમતગમતની જુદી જુદી સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર ખેલાડીઓને પણ પુરસ્કાર આપવામાં આવશે. પરીક્ષા નિયામક મનીષભાઈ શાહ આભાર વિધિ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech