રાજકોટ તાલુકા પંચાયત દ્વારા સોમવારે કરવેરા વસૂલાતની કામગીરીમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતના એવોર્ડથી સન્માન આપવામાં આવેલ. તેમાં રાજકોટ તાલુકાના સુકલ પીપળીયા ગ્રામ પંચાયત સરપંચ કાનજીભાઈ મગનભાઈ ચારોલાનુ પણ સન્માન કરવામાં આવેલ હતું. પરંતુ કોને ખબર કે કુદરતને કયાંક અલગ જ કરવું હશે. મંગળવારે પોતાની વાડીએ પાણીના ટાંકામાં નાના બાળકો ન્હાતા હતા તેમાંથી એક બાળક ડૂબતા તેમને બચાવવા ટાંકામા પડતા અકસ્માતે અવસાન પામ્યા છે.
કાનજીભાઈની વાડી સાત હનુમાન પાસે સુકલ પીપળીયા ગામે આવેલી છે. કાલે બપોરે ત્રણ વાગ્યે વાડીમાં આવેલ ટાંકીમાં બાળકો ન્હાતા હતા ત્યારે તેને બચાવવા જતા આ બનાવ બન્યો હતો. કાનજીભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરેલ હતા.
પ્રજાલક્ષી કામગીરી અને તાલુકા પંચાયત દ્વારા સોંપવામાં આવતી વેરા વસુલાત જેવી તમામ કામગીરીમાં હંમેશા આગળ રહેતા કાનજીભાઈ પોતાના ગામના વિકાસમાં સતત સક્રિય રહેતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ તાલુકા પંચાયતના આગેવાનો ચેતનભાઇ પાણ સહિતનાઓને મારે આઘાત લાગ્યો હતો. તાલુકા પંચાયતના અધિકારીઓએ પણ સરપંચ કાનજીભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સ્મશાન યાત્રામાં પંચાયતના આગેવાનો, કાર્યકરો, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાઈનલ અગાઉ પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ: પ્રિટી ઝિન્ટાએ કોર્ટ પહોંચી
May 23, 2025 10:21 AMબાંગ્લાદેશે ભારત સાથેની 180 કરોડની રૂપિયાની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી
May 23, 2025 10:08 AMઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાંથી સ્લીપર સેલે પણ ડ્રોન ઉડાવ્યાનો ઘટસ્ફોટ
May 23, 2025 10:07 AMબંદીવાન હોઉં એવું લાગે છે, રાજીનામું આપી દઈશ: યુનુસનો હરિરસ ખાટો
May 23, 2025 10:03 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech