શહેરની ભાગોળે આજીડેમ પાસે માંડાડુંગર નજીકથી પીસીબીની ટીમે દા ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી. પોલીસે રિક્ષામાંથી ૧૪૦ લિટર દેશી દાના જથ્થા સાથે સરધારમાં રહેતા શખસને પકડી પાડો હતો. દાનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ પિયા ૮૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે માંડાડુંગર પાસે માન સરોવર મેઇન રોડ જૈન દેરાસરના ખૂણા નજીકથી ગેરેજ સામે રોડ પર પોલીસે એક શંકાસ્પદ રીક્ષા અટકાવી હતી. પોલીસે રિક્ષાની તલાસી લેતા તેમાંથી ૨૮,૦૦૦ ની કિંમતનો ૧૪૦ લીટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રિક્ષા ચાલક રઘુ વજાભાઈ તલસાણીયા (ઉ.વ ૨૫ રહે. સરધાર મૂળ, સણોસરા તા.ચોટીલા) ને ઝડપી લઇ દાનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ પિયા ૮૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
દાના અન્ય દરોડામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોડાઉન મેઇન રોડ અંકિતા બોયઝ હોસ્ટેલની સામે ગુજરાત પાન નજીકથી દીપ પ્રકાશભાઈ મહેતા (ઉ.વ ૨૮ રહે. કિસ્મતનગર શેરી નંબર–૧ મોદી સ્કૂલની સામે કીડવાઈનગર ચોક) ને .૧૬,૩૨૦ ની કિંમતના દાના ૯૬ ચપલા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહર્ષદ પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત
April 11, 2025 11:54 AMજામનગરમાં એક જ દિ’માં તાપમાનમાં ૪ ડીગ્રીનો ઘટાડો: લોકોને રાહત
April 11, 2025 11:50 AMકાલે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મહત્વની બેઠક
April 11, 2025 11:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech