યુનિટી બ્રાસ વર્લ્ડ, સરદાર પટેલ બ્રિજ, લાલપુર બાયપાસ રોડ, દરેડ ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ‘અલૌકિક મનોરથ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યમુના મહારાણીજીનો લોટી ઉત્સવ અને શુભ અલૌકિક મનોરથ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ અલૌકિક મનોરથમાં રાસ કીર્તન, ગીરીરાજ સ્તંભ, સામૈયા, પલના નંદ ઉત્સવ, લોટી ઉત્સવ, વચનામૃત અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, યુનિટી બ્રાસ વર્લ્ડ પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હવેલીના રાસદ્વારાયજી મહોદય, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય દિવ્યેશ અકબરી,હેમંત ખવા, જીલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, લલિત રાદડિયા, યુનિટી બ્રાસ હબના અશ્વિન વિરાણી,ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ) સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે યુનિટી બ્રાસ વર્લ્ડના આ ધાર્મિક કાર્યક્રમ અને સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણને મહત્વ આપતા જણાવ્યું હતું કે, “સરદાર પટેલ માત્ર એક રાજનેતા જ નહીં, પરંતુ ખેડૂતો અને દેશના એકતાના પ્રતીક હતા. તેમનું જીવન અને કાર્યો આપણને સૌને પ્રેરણા આપે છે. યુનિટી બ્રાસ વર્લ્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ એક પ્રેરણાદાયી પહેલ છે."
યુનિટી બ્રાસ વર્લ્ડના આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાઃ સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિકનું મશીન બગડી જતાં દર્દીઓ પરેશાન
May 17, 2025 10:47 AMયુએનએ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો
May 17, 2025 10:46 AMવિછીયા તાલુકામાં ખેડૂતોને વીજ કનેક્શન ટાઈમે ન મળતા ખેડૂત સેવા સંગઠનની રજૂઆત
May 17, 2025 10:44 AMપોરબંદરમાં સમરયોગ કેમ્પનો થયો શુભારંભ
May 17, 2025 10:42 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech