શૈક્ષણિક કીટ, શીલ્ડ, પ્રમાણપત્ર જેવી શિક્ષણને લગતી વસ્તુઓ આપી સન્માનિત કરાયું.: સાંસદ, ધારાસભ્ય, ડે.મેયર, તેમજ સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મઘ્યસ્થ મંડળ જામનગર દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ તા.15-12-2024ના રોજ કે.વી. રોડ પર આવેલ બ્રહ્મપુરી ખાતે યોજાઇ ગયો.
આ સન્માન સમારોહમાં સમસ્ત ખવાસ જ્ઞાતિના ધો. 10 થી ઉચ્ચ કક્ષા સુધીના 225 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ તથા જ્ઞાતિના લોકો પરિવાર સહિત આ સમારોહમાં ઉપસ્થિત રહેલા 225 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન ધારાસભ્ય, ડે.મેયર, નગર પ્રા. શિ.સ. ના ચેરમેન તેમજ સભ્યઓ, કોર્પોરેટરઓ, શહેરની વિવિધ સંસ્થાના હોદેદારો સમસ્ત ખવાસ જ્ઞાતિ ખેતરી ફળી, દાવલશા ફળી, ચૌહાણ ફળી, કોટવાળ ફળી, તળાવ ફળીના પ્રમુખઓ તથા કારોબારી સભ્યઓ, દેશળદેવ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા કારોબારીઓ, તથા કાશી વિશ્ર્વનાથ યુવક મંડળના સભ્યઓ તથા મંદિરના ટ્રસ્ટીઓ, તેમજ સમાજ સમાજના શ્રેષિઠઓ, સમાજના અગ્રણીઓ, જ્ઞાતિના ડોકટર્સ, શિક્ષકો, એડવોકેટ, ઉદ્યોગપતિઓ તથા પત્રકાર મિત્રો વગેરેના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, શીલ્ડ, પ્રમાણપત્ર, ફોલ્ડર ફાઇલ, બોલપેન જેવી શિક્ષણને લગતી વસ્તુઓ આપી સન્માનિત કરવામાં આવેલા.
આ સરસ્વતી સન્માન સમારોહમાં મુખ્ય શિલ્ડના દાતા ભરતભાઇ એલ. ચૌહાણ બ્બીબીસી), પ્રમાણપત્રના દાતા સ્વ. કિશોરભાઇ રાઠોડ હસ્તે સાગર કે. રાઠોડ (ભાજપ શહેર મંત્રી બક્ષીપંચ મોરચો), ડે.મેયર ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢા તરફથી બોલપેન, તથા મઘ્યસ્થ મંડળ ખવાસ જ્ઞાતિ તરફથી તમામ વિદ્યાર્થીઓને ફોલ્ડર ફાઇલ આપવામાં આવેલ. વિશેષ સન્માન સ્વરુપે વીર હરિલાલ પારિતોષીક મેડલ આપવામાં આવેલ, આ સન્મ્ાન સમારોહમાં અલ્પાહારના દાતા સજજનબેન રમેશભાઇ ચૌહાણ તથા રાજેશભાઇ કે. બારડ તરફથી રાખવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં જામનગર સાયબલ ક્રાઇમ પોલીસ દ્વારા જનજાગૃતિના હેતુસર પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓનું માર્કશીટ વિશ્ર્લેષણ નિવૃત આચાર્ય જયસુખભાઇ ડી. ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું. તથા સાંસદ પુનમબેન માડમ દ્વારા આ કાર્યક્રમમાં દિલ્હી ખાતે સત્ર ચાલુ હોવાથી તેઓ ઉપસ્થિત રહેલ ન શકતા તેઓ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા મઘ્યસ્થ મંડળના કાર્યવાહક પ્રમુખ પંકજભાઇ સોઢા, મંત્રી રમણીકભાઇ બારડ, આ કાર્યક્રમનાં ઇન્ચાર્જ અને શિક્ષણ સમિતિના ચેરમેન સાગર કિશોરભાઇ રાઠોડ તથા સર્વે કારોબારી સભ્યઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech