રાજય પુરોહીત બ્રાહમણ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો
શ્રી રાજય પુરોહીત બ્રાહમણ જ્ઞાતિ દ્વારા તા. ૧૪/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ સિકકા મુકામે જ્ઞાતિ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આશરે ૫૫ થી ૬૦ તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખાસ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ હતા.
સિક્કા ભાજપાના પ્રમુખ દેવુભાઈ ગઢવી, નગરપાલિકાના પ્રમુખ રાજીબેન પરમાર, ઉપપ્રમુખ શિવપુરી ગૌસ્વામી, જિલ્લા ભાજપાના મહિલા મોરચાના મહામંત્રી ધરતીબેન મજીઠીયા, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, મહામંત્રી પ્રદિપસિંહ જાડેજા, કિશાન મોરચના પ્રમુખ ઉપેન્દ્રસિંહ સરવૈયા, જામનગર જિલ્લા ભાજપા કિશાન મોરચના પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા તેમજ સમસ્ત બ્રહમ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, સમસ્ત દેવભૂમિ દ્વારકાના પ્રમુખ જીતુભાઈ મોતા, જામનગરના પ્રમુખ સુનિલભાઈ ખેતીયા, શ્રી રાજય પુરોહિત બ્રાહમણ જ્ઞાતિ મુંબઈ એકમના પ્રમુખ મોહનભાઈ ખેતીયા તથા ઉપપ્રમુખ અનિલભાઈ ભટ્ટ તેમજ જ્ઞાતિના જગદીશભાઈ બારોટ, જીતુભાઈ નાકર, પ્રભુલાલભાઈ ખેતીયા, પ્રવિણભાઈ ખેતીયા, મનસુખભાઈ બારોટ, શાંતિલાલ ખેતીયા તમામ બ્રહમ સમાજના બ્રહમ બંધુ, અગ્રગણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. બાળકોને ઈનામ વિતરણ કરી, મોમેન્ટો આપી, પ્રોત્સાહીત કરેલ તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ દાતાઓ અને મહાનુભવોનું પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવેલ .
આ કાર્યક્રમને સફળ બનાવવા સિક્કા ગ્રામ્યના પ્રમુખ સમીરભાઈ વાસુ તથા ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ મોતા તેમજ કારોબારી સમિતીએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવેલ. આ મુજબ શ્રી રાજ્ય પુરોહિત બ્રાહમણ જ્ઞાતિ સિક્કા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech