આમિર ખાન પ્રોડકશનની ફિલ્મ 'લપતા લેડીઝ' ઓસ્કાર ૨૦૨૫ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. યારે યુકેની હિન્દી ફિલ્મ 'સંતોષ'ને ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મ ભારતમાં હજુ સુધી રિલીઝ થઈ નથી. નિર્માતાઓએ ગઈકાલે ભારતમાં 'સંતોષ'ની થિયેટરમાં રિલીઝની જાહેરાત કરી.
યુકેની હિન્દી ફિલ્મ 'સંતોષ', જેમાં શહાના ગોસ્વામી અને સુનિતા રાજવારનો અભિનય છે, તે ઓસ્કાર ૨૦૨૫ માટે શોર્ટલિસ્ટ થયા બાદ સમાચારમાં છે. લોકો હવે ભારતમાં તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. શહાના ગોસ્વામી અભિનીત 'સંતોષ' આવતા વર્ષે એટલે કે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ દેશના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ગ્રામીણ ઉત્તર ભારતમાં બનેલ હિન્દી ભાષાના આંતરરાષ્ટ્ર્રીય સહ–નિર્માણ સંતોષને ઓસ્કાર ૨૦૨૫માં 'શ્રે આંતરરાષ્ટ્ર્રીય ફીચર ફિલ્મ' શ્રેણીમાં સ્થાન મળ્યું છે. આ શ્રેણીમાં, વિશ્વભરના દેશો દ્રારા સબમિટ કરવામાં આવેલી કુલ ૮૫ ફિલ્મોમાંથી, કુલ ૧૫ ફિલ્મોને ઓસ્કાર શોર્ટલિસ્ટ માટે પસદં કરવામાં આવી છે.
આ ફિલ્મ યુનાઇટેડ કિંગડમ દ્રારા એકેડેમી એવોડર્સ ૨૦૨૫ માટે તેમના સત્તાવાર સબમિશન તરીકે મોકલવામાં આવી હતી. ફિલ્મનું મે ૨૦૨૪માં ૭૭મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રીમિયર થયું હતું અને તેને વિવેચકો દ્રારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
સંધ્યા સૂરી દ્રારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં શહાના એક યુવાન હિન્દુ વિધવા તરીકે છે, જેને સરકારી યોજનાને કારણે તેના પતિની પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી વારસામાં મળે છે. ધ હોલીવુડ રિપોર્ટર અનુસાર, પીઢ ડિટેકટીવ ઈન્સ્પેકટર શર્મા (સુનીતા રાજવાર) સાથે નીચલી જાતિના દલિત સમુદાયની કિશોરી સાથે સંકળાયેલી ક્રૂર હત્યાના કેસમાં કામ કરવા છતાં, તેણી પોતાને સંસ્થાકીય ભ્રષ્ટ્રાચારમાં ફસાયેલી જણાય છે. આ ફિલ્મ યુનાઇટેડ કિંગડમ, ભારત, જર્મની અને ફ્રાન્સનું આંતરરાષ્ટ્ર્રીય સહ–નિર્માણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech